સુરતમાંથી દુબઈ ખાતે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ
- બન્ને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી
- આરોપી ઝડપાતા ગેરકાયદેસર રીતે સીમકાર્ડનો મોટો વેપાર સામે આવ્યો
- એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળી આવ્યા
સુરતમાંથી દુબઈ ખાતે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં સુરત SOGએ સીમ કાર્ડ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમાં દુબઇની ફ્લાઇટ પકડે તે પહેલા જ આરોપી ઝડપાયા છે. આરોપી ઝડપાતા ગેરકાયદેસર રીતે સીમકાર્ડનો મોટો વેપાર સામે આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 25થી 30 ટકા જેટલો ઘટાડો, દર્દીઓને ભારે મુશ્કેલી
બન્ને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી
સુરતમાંથી દુબઈ ખાતે ચાઈનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બે ઈસમોને 192 સિમકાર્ડ લઈ દુબઈની ફ્લાઈટ પકડે તે પહેલાં જ સુરત એરપોર્ટથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે. આ બન્ને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. આ અંગેની માહિતી અનુસાર, પોલીસને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટીવ સીમકાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફીરાકમાં હતા.
આ પણ વાંચો: ગુજરાત: બોરસદની સબજેલમાંથી છઠ્ઠી વખત આરોપી ભાગી જવાની ઘટના બની
એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળી આવ્યા
આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓ બંન્ને સુરત રેલવે સ્ટેશન ખાતે સીમકાર્ડની ડીલવરી કરવાની હોવાથી ભેગા થયા હતાં. પોલીસે અજય કિશોર સોજીત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળી આવ્યા હતાં.