કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં વાવ-સુઈગામ-ભાભર દ્વારા “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમ યોજાયો


બનાસકાંઠા, ૧૧ નવેમ્બર, વિધાનસભા વાવ-સુઈગામ-ભાભર દ્વારા આયોજિત “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ દ્વારા રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં થયેલ સર્વાંગીણ વિકાસની રૂપરેખા આપી અને વાવ બેઠક પર મતદારો સો ટકા મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવે તેવું આહ્વાન કર્યું.
વાવ ખાતે રબારી સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, હતું આ પ્રસંગે સાથી મંત્રી – ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ, પ્રફુલભાઈ પાનશેરીયા, બાબુભાઈ દેસાઈ – રાજ્યસભા સાંસદ, ગોવાભાઇ રબારી, સંજયભાઈ દેસાઈ, રાજુલબેન દેસાઈ, જીવરાજભાઈ આલ, અવનીબેન આલ, દિનેશભાઈ દેસાઈ (ગોતા), રજનીશ ચૌધરી, ડી.ડી રાજપૂત, રબારી સમાજના આગેવાનોઅને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…વડોદરાની IOCL રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, ટલાય કિલોમીટર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા