માધવને ખરીદ્યું કરોડોનું યાટ, દુબઈમાં કરે છે પાર્ક, જણાવ્યું ખરીદવાનું કારણ


- માધવને કદાચ પહેલી વાર એક ઈન્ટરવ્યૂમાં પોતાના સપનાઓ અંગે વાત કરી છે. માધવને જણાવ્યું કે કેવી રીતે તે પોતાના સપના પૂરા કરી રહ્યો છે. તેની પાસે કેપ્ટન લાયસન્સ પણ છે અને તેનું એક યાટ પણ છે.
19 માર્ચ, મંગળવારઃ આર માધવન હાલમાં ફિલ્મ શૈતાનને લઈને ચર્ચામાં છે. તે ચારેતરફ છવાયેલો છે. માધવન પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને તો ઘણી વાતો કરતો હોય છે, પરંતુ કદી પોતાની પર્સનલ લાઈફ કે ગાડી કે ઘરને શો ઑફ કરતો નથી. માધવને કદાચ પહેલી વાર એક ઈન્ટરવ્યૂમાં પોતાના સપનાઓ અંગે વાત કરી છે. માધવને જણાવ્યું કે કેવી રીતે તે પોતાના સપના પૂરા કરી રહ્યો છે. તેની પાસે કેપ્ટન લાયસન્સ પણ છે અને તેનું એક યાટ પણ છે. તાજેતરમાં તેણે જણાવ્યું કે તેણે પોતાની લાઈફમાં કઈ લક્ઝરી વસ્તુ લીધી છે.
ખરીદ્યું મોંઘુ યાટ
માધવને કહ્યું કે તેણે સૌથી મોંઘી જે વસ્તુ ખરીદી છે તે છે ઘર, તેનું ઘર ખૂબ મોટું છે. તેને સવાલ પૂછવામાં આવ્યો કે શું ત્રણ લોકો માટે આટલું મોટું ઘર જરૂરી છે? તો તેણે કહ્યું ના, બિલકુલ નહીં, જોકે આ ઉપરાંત તેણે જે સૌથી મોંઘી વસ્તુ ખરીદી છે તે છે યાટ, માધવને યાદ એટલે ખરીદ્યું કેમકે તેને કેપ્ટનનું લાયસન્સ જોઈતું હતું. જેની પાસે તે હોય છે તે 40 ફૂટની યાટ કે બોટ ચલાવી શકે છે. મારા બકેટ લિસ્ટને પૂર્ણ કરવા માટે જ મેં યાટ ખરીદ્યું હતું.
મેં ખરીદેલી બેસ્ટ વસ્તુ
યાટ ખરીદવા પાછળ માધવને કહ્યું કે હું યાટને સમુદ્રમાં લઈને જઉં છું. આખી રાત ત્યાં પાર્ક કરું છું. હું ત્યાં ડોલ્ફિનને જોઉં છું અને મારી સ્ટોરીઝ લખું છું. મારી લાઈફમાં મેં ખરીદેલી બેસ્ટ વસ્તુ મને એજ લાગે છે, તે દુબઈમાં પાર્ક થાય છે.
હું બહું પૈસા નથી કમાતોઃ માધવન
માધવનનું કહેવું છે કે તે વધારે પૈસા કમાતો નથી. તે કાયદામાં વિશ્વાસ રાખે છે અને ટેક્સ ભરે છે, પરંતુ યાટ ખરીદવાથી તેના પરિવારમાં ખુશીઓ આવી છે અને તેને ગર્વ અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે માધવનની લાસ્ટ ફિલ્મ શૈતાન હજુ પણ થિયેટર્સમાં ચાલી રહી છે. ફિલ્મે વર્લ્ડવાઈડ 115.25 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં માધવને વિલનનો રોલ કર્યો છે. તેના પરફોર્મન્સે દર્શકોનું દિલ જીતી લીધું છે.
આ પણ વાંચોઃ પિતાની પુણ્યતિથિ પર ભાવુક થઈ ઐશ્વર્યા, આરાધ્યા અને મા સાથે શેર કરી લેટેસ્ટ તસવીર