આર. અશ્વિન IPLને ક્રિકેટ માનતો નથી? જાણો શું કહ્યું આ વિશે
- આર. અશ્વિને કહ્યું કે મને વિચાર આવે છે કે શું IPL ખરેખર ક્રિકેટ છે?
- આર. અશ્વિને કહ્યું કે આઈપીએલમાં રમત પાછળ રહી જાય છે
દિલ્હી, 29 માર્ચ: ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને લઈને મોટું નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. અશ્વિને કહ્યું કે, ‘ક્યારેક મને લાગે છે કે શું IPL ખરેખર ક્રિકેટ છે?’ અશ્વિને આ નિવેદન ટૂર્નામેન્ટની શરૂઆતથી અત્યાર સુધીમાં તેણે કરેલી શાનદાર પ્રગતિ વિશે વાત કરતાં કર્યું હતું. આર. અશ્વિન IPLની 17મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (2010 અને 2011) સાથે બે વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
આર. અશ્વિને વધુમાં કહ્યું કે, ‘તે જાહેરાતોના શૂટિંગ દરમિયાન પ્રેક્ટિસ કરે છે. આર. અશ્વિને આઈપીએલમાં અત્યાર સુધી 199 મેચ રમી છે જેમાં તેણે 172 વિકેટ ઝડપી છે અને 743 રન બનાવ્યા છે. તેની બોલિંગ એવરેજ 28.77 હતી જ્યારે ઈકોનોમી 7.02 હતી.
રવિચંદ્રન અશ્વિને શું કહ્યું?
જ્યારે હું IPLમાં આવ્યો ત્યારે યુવાન હોવાને કારણે મારું ધ્યાન માત્ર મોટા સ્ટાર્સ પાસેથી શીખવા પર હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે 10 વર્ષ પછી IPLની હાલત કેવી હશે. આટલી બધી સિઝનમાં IPLનો ભાગ રહ્યા બાદ હું કહી શકું છું કે IPL શાનદાર છે. પરંતુ ક્યારેક મને વિચાર આવે છે કે શું IPL ખરેખર ક્રિકેટ છે? કારણ કે આઈપીએલ દરમિયાન રમત પાછળ રહી જાય છે. કારણ કે અમે જાહેરાતોના શૂટિંગ દરમિયાન પણ સેટ પર પ્રેક્ટિસ કરીને અમારું કામ પૂરું કરીએ છીએ.
અશ્વિન અને સ્ટાયરિસ વચ્ચેની વાતચીત
રવિચંદ્રન અશ્વિને એમ પણ કહ્યું કે, કોઈએ વિચાર્યું ન હતું કે IPL ટુર્નામેન્ટ આટલી મોટી બની જશે. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે એક વખત કહ્યું હતું કે IPL બે કે ત્રણ વર્ષથી વધુ નહીં ચાલે.
આ પણ વાંચો: RCB vs KKR: IPLમાં આજે ઉતરશે મજબુત બેટ્સમેનોની સેના, કોહલી સામે ટકરાશે કોલકાતા