HD ન્યૂઝ ડેસ્ક : આર. અશ્વિને અધવચ્ચે જ અચાનક જ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ નિર્ણય પર અનેક અટકળો વહેતી થઈ હતી, જેના પર પૂર્ણવિરામ મૂકતાં આર. અશ્વિને અંતે પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે, ‘આ નિર્ણય તેમનો પોતાનો હતો, કોઈના દબાણમાં કે, કોઈ ખોટા વ્યવહારના કારણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી.’
અશ્વિને કર્યો મોટો ખુલાસો
અશ્વિને રિટાયરમેન્ટ બાદ આ વીડિયો મારફત તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે, ‘હું હજુ ઘણું ક્રિકેટ રમી શક્યો હોત પરંતુ મને લાગ્યું કે મારી ક્રિએટીવિટી પૂરી થઈ ચૂકી છે. મેં અનુભવ્યું કે, મારૂ કામ અહીં પૂર્ણ થયું. આથી મેં સંન્યાસ લેવાનો નિર્ણય લીધો. હું હવે એ વિચારી રહ્યો છું કે, જીવનમાં આગળ શું કરવું. તમારે બધાએ પણ સમજવુ પડશે કે, આ બધું આપમેળે જ થઈ જાય છે. મારી નિવૃત્તિ એ મારો પોતાનો નિર્ણય છે.’
Ashwin anna take on farewell test. pic.twitter.com/v5JX7Yv18M
— Spiderman Pant (@cricwithpant) January 14, 2025
મારો પોતાનો નિર્ણય
ક્રિકેટરે કહ્યું કે આ મારી ફેરવેલ ટેસ્ટ સીરિઝ હોવાથી મારૂ ખરાબ પર્ફોર્મન્સ હોવા છતાં મને ટીમમાં સામેલ કરવામાં આવતો. પરંતુ હું માનુ છું કે, ફક્ત રમવા ખાતર રમવું એના કરતાં ન રમવું વધુ સારૂ છે. હું રમત પ્રત્યે ઈમાનદાર રહેવા માગુ છું. જો હું ટીમમાં રમવા માટે લાયક થી, તો હું પોતે જ નહીં ઈચ્છું કે, મને તમે ટીમમાં સામેલ કરો. ‘અશ્વિને વધુ કહ્યું હતું કે, ‘મારા રિટાયરમેન્ટ પર ઘણા લોકોએ વિવિધ અટકળો લગાવી અને ઘણુ બધુ કહ્યું. પરંતુ તમામ નિર્ણય મારા પોતાના હતા. હું પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો, બીજી ના રમ્યો, ત્રીજી ટેસ્ટમાં ફરી પાછો આવ્યો. પરંતુ સારૂ પર્ફોર્મન્સ આપી શક્યો નહીં. જેથી ચોથી ટેસ્ટ મેચ ન રમવાનો નિર્ણય લીધો.
ક્રિકેટરના આ નિર્ણયથી પિતા પણ ચોંકી ઉઠ્યા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન આર. અશ્વિને ઓસ્ટ્રેલિયામાં અચાનક જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય તેના પિતામાટે પણ ચોંકાવનારો હતો. અશ્વિનના પિતાએ એવું નિવેદન આપ્યું હતું કે, ‘મારા પુત્રનું અપમાન થયુ હોવાથી તેણે અચાનક ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.’ જો કે, અશ્વિને પિતાના આ નિવેદનને ખોટું ઠેરવ્યું હતું અને માફી પણ માગી હતી.
આ પણ વાંચો : Indian Army Day 2025: આર્મી ડે પર પીએમ મોદીએ સેનાને નમન કર્યું, અડગ સાહસ અને સમર્પણને બિરદાવ્યું