ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ
ક્ષત્રિય સંમેલનની આગેવાની સામે સવાલ ઉઠ્યા, પદ્મિનીબા અને ગીતાબાનો ઓડિયો વાયરલ


રાજકોટ, 15 એપ્રિલ : રાજકોટ નજીક રતનપર ગામ પાસે ગઈકાલે રવિવારે ક્ષત્રિય સમાજનું ઐતિહાસિક સંમેલન મળ્યું હતું. જેમાં આશરે ત્રણેક લાખ ક્ષત્રિયો એકઠાં થયા હતા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે હવે આ સંમેલનની આગેવાની સામે સવાલ ઉભા થયા છે. આ સમગ્ર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા અને અન્ય એક ક્ષત્રિયાણી ગીતાબા પરમારના ઓડિયો વાયરલ થયા છે. જેમાં બંને મહિલાઓએ સંકલન સમિતિ ઉપર સવાલ ઉઠાવ્યા છે.
પદ્મિનીબા વાળાની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ
ગીતાબા પરમારની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ