ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરામાં કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, રોગચાળાના કેસમાં ઉછાળો

રાજ્યભરમાં ચોમાસાની શરુઆતથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાવાથી રોગચાળો વકર્યો છે. દરેક જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોગચાળાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ચોમાસુ આવતાની સાથે જ સરકારી તેમ જ ખાનગી દવાખાનામાં લાબી લાઈનો નજરે પડી રહી છે. એવામાં વડોદરાની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષે કોર્પોરેશનને રોગચાળો વધુ ન ફેલાય તે માટે તાત્કાલિક પગલા લેવાની માગણી કરી છે.

આ પણ વાંચો: હવાઈ મુસાફરી દરમિયાન આ વસ્તુઓ પર છે પ્રતિબંધ, ભુલથી પણ લઈ ના જતા

વડોદરાના અનેક વિસ્તારોમાં ગંદા પાણીની સમસ્યા હોવાથી ફરીયાદી વિસ્તારમાં પાણીના સેમ્પલ લઈ 24 કલાકમાં તેનુ નિવારણ થાય તથા ત્યાં વૈકલ્પિક પાણીની વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

વડોદરામાં કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, રોગચાળાના કેસમાં ઉછાળો

મેયરે અને કમિશનરે સ્ટાફ ધટ હોય ત્યાં તાત્કાલિક ધોરણે ભરતી કરવાની કરી રજૂઆત:

કોર્પોરેશનના મેલેરીયા/ફાઇલેરીયા વિભાગમાં જયાં પણ સ્ટાફની ઘટ હોય તે તાત્કાલિક હંગામી ઘોરણે ભરતી કરી ઇન્ટ્રાડોમેસ્ટીકની કામગીરી વ્યવસ્થિત થાય અને તેનુ મોનીટરીંગ કરવા પણ કહ્યું છે. તમામ સરકારી દવાખાનામાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વિગેરેમાં તમામ નાગરીકોને ટાઇફોઇડની રસી વિનામુલ્યે મળે રહે તેવુ આયોજન કરવા મેયર અને કમિશનરને રજૂઆત કરાઈ છે.

પાણીના રેન્ડમ સેમ્પલ લેવાના ચાલુ કરવાની રજૂઆત:

પાલિકાના ચોપડે ચાલુ વર્ષે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પાણીજન્ય રોગો જેવા કે, ઝાડા-ઉલ્ટીના કુલ-3275, ટાઇફોડ કુલ-211 અને મચ્છર જન્ય રોગો ચીકનગુનીયા, ડેંગ્યુ અને મેલેરીયાના કુલ-177 કેસો નોંધાયેલ છે. વડોદરા શહેરમાં વર્ષોથી જે પાણીના રેન્ડમ સેમ્પલ લેવામાં આવતા હતા તે કોર્પોરેશને બંઘ કર્યા છે તે સેમ્પલ લેવાની કામગીરી ચાલુ કરવાની જરૂર છે. જયાં ગંદા પાણીની ફરીયાદ આવે છે ત્યાં વોર્ડ, વિતરણ, પ્રોજેકટ વિભાગ અને ડ્રેનેજ વિભાગના સંકલનના અભાવના કારણે નાગરીકોને દુષિત પાણીનો સપ્લાય મહીનાઓ સુઘી ચાલુ રહેતા હોવાથી પાણીના સેમ્પલ લેવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દ્વારકા બાદ રાજ્યના વધુ એક મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Back to top button