ટોપ ન્યૂઝમનોરંજન

મની લોન્ડ્રિંગ કેસ મામલે આજે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝની પૂછપરછ, EOWએ સવાલોની યાદી તૈયાર કરી

Text To Speech

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસની મુશ્કેલી સતત વધી રહી છે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે જેક્લીનની આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થશે. દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ જેક્લીનને પૂછપરછ માટે બોલાવ્યા છે.

જેક્લીન માટે તૈયાર થઈ સવાલોની યાદી
દિલ્હી પોલીસે એક્ટ્રેસ માટે સવાલોની લાંબી લિસ્ટ પણ તૈયાર કરી લીધી છે. જેક્લીન 11 વાગ્યે દિલ્હી પોલીસ EOWની સામે હાજર થશે. જેક્લીનને 200 કરોડથી વધુની છેતરપિંડીના માસ્ટરમાઈન્ડ સુકેશ ચંદ્રશેખર મામલે પૂછપરછ કરશે.

પોલીસ જેકલીનને પૂછપરછ માટે આ પહેલાં 29 ઓગસ્ટ અને 12 સપ્ટેમ્બર એમ બે વખત સમન મોકલ્યા હતા, પરંતુ જેક્લીન પોલીસની સામે હાજર થઈ ન હતી. ત્રીજા સમન પર હવે દિલ્હી પોલીસે એક્ટ્રેસને કડક નિર્દેશ આપ્યા ત્યારે હવે જેકલીનને કોઈ પણ સ્થિતિમાં હાજર થવાનું છે.

jacqueline fernandez
જેક્લીનને 200 કરોડથી વધુની છેતરપિંડીના માસ્ટરમાઈન્ડ સુકેશ ચંદ્રશેખર મામલે પૂછપરછ કરશે.

જેકલીનને આવા સવાલ પૂછવામાં આવી શકે છે
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ જેકલીનને સુકેશચંદ્ર શેખર સાથેના તેના સંબંધોને લઈને પૂછપરછ કરશે. આ ઉપરાંત સુકેશે એક્ટ્રેસને જે મોંઘી અને કિંમતી ગિફ્ટી આપી છે તેને લઈને પણ જેકલીનને સવાલ કરવામાં આવશે. જેકલીનને પૂછવામાં આવશે કે તે કેટલી વખત સુકેશને મળી અને કેટલી વખત સુકેશ સાથે ફોન પર વાતચીત કરી.

આ અધિકારી કરશે જેકલીનની પૂછપરછ

  • EOWના જોઈન્ટ કમિશનર છાયા શર્મા
  • સ્પેશિયલ કમિશનર રવિન્દ્ર યાદવ
  • આ ઉપરાંત લગભગ 5થી 6 અધિકારીઓ સામેલ થશે.
jacqueline fernandez
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ જેકલીનને સુકેશચંદ્ર શેખર સાથેના તેના સંબંધોને લઈને પૂછપરછ કરશે.

પિંકી ઈરાનની પણ પૂછપરછ થશે
જેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન મોકલ્યા છે. પિંકી ઈરાનીએ જેકલીનની સુકેશ સાથે વાત કરાવવામાં મદદ કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જેકલીન અ પિંકીને સામસામે બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

દિલ્હી પોલીસ જેકલીનની લાંબી પૂછપરછ કરી શકે છે. આજે 14 સપ્ટેમ્બરે પૂછપરછ કર્યા બાદ દિલ્હી પોલીસ કાલે પણ પૂછપરછ કરી શકે છે. જેકલીનની પહેલા આ કેસમાં દિલ્હી પોલીસ બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની 6 કલાક પૂછપરછ કરી હતી.

jacqueline fernandez
જાણકારી મુજબ સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની કિંમતી ભેટ આપી હતી. એવી પણ માહિતી સામે આવી હતી કે સુકેશે જેકલીનના ફેમિલી મેમ્બર્સને પણ મોઘી ગિફ્ટ આપી હતી.

જાણકારી મુજબ સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની કિંમતી ભેટ આપી હતી. એવી પણ માહિતી સામે આવી હતી કે સુકેશે જેકલીનના ફેમિલી મેમ્બર્સને પણ મોઘી ગિફ્ટ આપી હતી. પરિવારને આપવામાં આવેલી ગિફ્ટમાં કાર, મોંઘો સામાન ઉપરાંત 1.32 કરોડ અને 15 લાખના ફંડ્સ સામેલ હતા.

જેકલીન અને સુકેશના સંબંધની વાત કરીએ તો બંને એક બીજા સાથે રોમાન્ટિક રિલેશનશિપમાં હતા. થોડો સમય પહેલા જેકલીન અને સુકેશના કેટલાંક ઈન્ટીમેટ ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ લોકોએ તેમને ઘણાં ટ્રોલ કર્યા હતા.

Back to top button