ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદને લઈને ઊભો થયેલો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં કર્ણાટકમાં પણ આવો જ એક વિવાદ સામે આવ્યો છે. જે બાદ હવે કર્ણાટકના રાજકારણમાં ફરી હડકંપ જોવા મળશે તે નિશ્ચિત છે. હકિકતમાં આ વિવાદ છે કર્ણાટકમાં ટીપુ સુલતાનના શાસનકાળમાં બનાવવામાં આવેલી એક મસ્જિદને લઈને. આ મસ્જિદને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે જે જગ્યાએ આ મસ્જિદ છે ત્યાં એક સમયે હનુમાનજીનું મંદિર હતું.
હિન્દુ સંગઠન દ્વારા કરાયો દાવો
કર્ણાટકના શ્રીરંગપટ્ટન નામની એક જગ્યાએ જામા મસ્જિદ આવે છે. જેને ટીપુ સુલતાન બનડાવી હતી તેમ કહેવાય છે. પરંતુ હવે કેટલાંક હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે જ્યાં હાલ મસ્જિદ છે ત્યાં પહેલાં મંદિર હતું. આ મંદિરે ટીપુ સુલતાને તોડાવી તેની જગ્યાએ મસ્જિદનું બનાવી હતી. ત્યારે હવે હિન્દુ સંગઠનો તે મસ્જિદમાં પૂજા કરવાની માગ કરે છે. હિન્દુ સંગઠનનો દાવો છે કે જે દસ્તાવેજ છે તેનાથી પુરવાર થાય છે કે ત્યાં એક હનુમાનજીનું મંદિર હતું. દાવો તો એ વાતનો પણ છે કે મસ્જિદની દીવાલ પર હિન્દુ શિલાલેખ મળ્યાં છે, જે તે વાત પુરવાર કરવા માટે પુરતું છે કે અહીં પહેલાં એક મંદિર હતું.
જ્યારથી શ્રીરંગપટ્ટનમાં આવેલી જામા મસ્જિદ પર મંદિર હોવાનો દાવાએ જોર પકડ્ છે ત્યારથી મસ્જિદ દ્વારા સુરક્ષાની વધારવાની માગ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કર્ણાટક સરકાર કે કોઈ મોટ અન્ય સંગઠને આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.