કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કિટમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો, સિનિયરોએ મંગાવ્યો હોવાની ચર્ચા !

Text To Speech

રાજકોટ, 28 જાન્યુઆરી : સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કિટમાં દારૂ – બીયરનો જથ્થો મળ્યો છે. જેમાં ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતાં ભાંડો ફૂટ્યો છે. સી.કે. નાયડુ ટ્રોફીની મેચ જીતી રાજકોટ પરત આવતા ચેકિંગ થયુ હતુ. જેમાં રણજી ટીમના સિનિયરે જુનિયર પાસે દારૂ – બીયર મંગાવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની ટીમ મેચ રમવા ચંદીગઢ ગઈ હતી

મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર -23 ટીમ મેચ રમવા ચંદીગઢ ગઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની ટીમ સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી હતી. ત્યારે રણજી ટીમના સિનિયર ખેલાડીને ખુશ કરવાનું જુનિયર ખેલાડીઓને ભારે પડ્યું છે. જેમાં કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર સાથે ક્રિકેટર ઝડપાયો છે. જો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન છે.

ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડાફોડ થયો

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી છે. જેમાં રણજી ટીમના સિનિયર ખેલાડીને ખુશ કરવાનું જુનિયર ખેલાડીઓએ આ રસ્તો અપનાવ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ મેચ રમવા માટે ચંડીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કીટ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડાફોડ થયો હતો. કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો છે. રણજી ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયરો પાસે દારૂ બિયર મંગાવ્યો હોવાની ચર્ચા છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે.

Back to top button