સિડનીમાં યોજાનારી ક્વાડ મીટિંગ રદ, આ દેશના રાષ્ટ્રપતિ બન્યા કારણ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાનારી ક્વાડ સભ્ય દેશોની કોઈ બેઠક નહીં થાય. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે આ માહિતી આપી હતી. દેશમાં ચાલી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિ ક્વાડમાં ભાગ લેશે નહીં. આને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ક્વોડ મીટિંગ રદ કરી દીધી છે.
રાજ્યમાં એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરી નાખી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ 7 અધિકારીઓને નવી નિમણૂક આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.મહેસુલ વિભાગે આ તમામ અધિકારીઓની બદલી કરી છે.
અમદાવાદની લાઈફલાઈન બનશે મોંઘી , AMTS અને BRTSના ભાડામાં થશે આટલો વધારો
અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTS અને BRTSને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા AMTS અને BRTSના ભાડામાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી છે. જાણકારી મુજબ AMTS અને BRTSના ભાડમાં રૂ.2થી 5નો વધારો થઈ શકે છે. ડીઝલ અને CNGના ભાવ વધતા ટિકિટ દર વધારા અંગે વિચારણા ચાલી રહી છે.
જેપી નડ્ડાનો આસિસ્ટન્ટ હોવાનું કહી ધારાસભ્યોને મંત્રી બનાવવાના નામે લગાવ્યો ચૂનો
એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાં મંત્રીપદ માટે ચાર મહારાષ્ટ્રના ધારાસભ્યો પાસેથી કથિત રીતે નાણાંની માંગણી કરવા બદલ નાગપુર પોલીસે અમદાવાદમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. નાગપુરના અધિકારીના જણાવ્યા અનુસાર મોરબીના રહેવાસી નીરજ સિંહ રાઠોડે કથિત રીતે પોતાને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો અંગત સહાયક હોવાનો દાવો કર્યો હતો.
CJM શ્રીનાગરે મહાઠગ કિરણ પટેલની જામીન અરજી ફગાવી, કોર્ટે કહ્યું આરોપી રીઢો ગુનેગાર
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીનગરે મહાઠગ કિરણ પટેલને જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું કે આજદિન સુધી કેસના તથ્યો અને સંજોગોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આ ઠગે ચાર મહિના સુધી વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી તરીકે ઓડખાણ આપી હતી અને ખીણમાં ઝેડ-પ્લસ સુરક્ષા અને સત્તાવાર પ્રોટોકોલનો લાભ લઈને વહીવટીતંત્રને રાઈડ માટે લઈ ગયો હતો. પ્રમુખ CJM શ્રીનગર રાજા મોહમ્મદ તસ્લીમે આરોપી અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લીધા પછી અવલોકન કર્યું કે આરોપી, પટેલ કિરણ જગદીશભાઈના વકીલ પ્રથમ કેસ દાખલ કર્યા પછી સંજોગોમાં કોઈ ફેરફારનો કેસ સ્થાપિત કરી શક્યા નથી.