ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલે ખાલી કરેલો બંગલો PWD દ્વારા સીલ કરવામાં આવ્યો, જાણો વિગત

Text To Speech

નવી દિલ્હી, તા. 9 ઓક્ટોબરઃ દિલ્હીમાં રાજકીય હલચલ તેજ છે. મુખ્યમંત્રીના સત્તાવાર આવાસને ગેરકાયદેસર ઉપયોગના આરોપમાં સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ આ કાર્યવાહી કરી છે. PWDએ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી દીધું છે. તેના ગેટ પર ડબલ લોક લગાવવામાં આવ્યું છે.  અરવિંદ  કેજરીવાલ એ સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ આ સરકારી આવાસ ખાલી કરવામાં આવ્યું હતું. જ્યાં આતિશી સીએમ બન્યા બાદ શિફ્ટ થઈ હતી. આવાસ ખાલી કરવા અને હેન્ડઓવરને લઈ વિવાદ છે, જેને લઈ પીડબલ્યુડીએ આ કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત દિલ્હીના વિજિલેંસ ડિપાર્ટમેંટમાં પીડબલ્યુડીના બે સેક્શન ઓફિસર અને અરવિંદ કેજરીવાલના બે પૂર્વ સ્પેશિયલ સેક્રેટરીને પણ હેન્ડઓવર લેવાના કારણે શોકૉઝ નોટિસ આપવામાં આ છે. પીડબલ્યુડીની આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલ પર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે, ઉપરાજ્યપાલના નિર્દેશ પર મુખ્યમંત્રી આતિશીનો તમામ સામાન સીએમ આવાસ બહાર કાઢી નાંખવામાં આવ્યો છે.


સોમવારે જ શિફ્ટ થયા હતા આતિશી

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોમવારે જ તેમના સાથે ઉત્તર દિલ્હીના સિવિલ લાઇંસ વિસ્તારમાં સ્થિત આ બંગલામાં સામેલ થયા હતા. આ બંગલામાં 9 વર્ષથી વધારે સમય સુધી અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ બંગલો ખાલી કરી દીધો હતો.

આમ આદમી પાર્ટીએ શું આક્ષેપ કર્યો

આમ આદમી પાર્ટીએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપના દબાણ હેઠળ અધિકારીઓ, અરવિંદ કેજરીવાલે તેને ખાલી કર્યો હોવા છતાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને 6, ફ્લેગસ્ટાફ રોડ પરનો બંગલો ન ફાળવીને પ્રોટોકોલનો ‘અનાદર’ કરી રહ્યા છે.

દરમિયાન દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્યમંત્રી પર બંગલામાં ગેરકાયદે રહેતા હોવાનો આરોપ લગાવ્યો અને તેને સીલ કરવાની માંગ કરી.

સંજય સિંહે શું કહ્યું

રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે, ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતી શકી નથી એટલે હવે મુખ્યમંત્રીનો બંગલો હડપવાની કોશિશ કરી રહી છે. સંજય સિંહે પુરાવા બતાવતા દાવો કર્યો કે કેજરીવાલે યોગ્ય રીતે બંગલો ખાલી કરી દીધો છે.

આ પણ વાંચોઃ ટામેટા થયા લાલઘૂમ, કિલોના ભાવે ફટકારી સદી

Back to top button