ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, સુરતમાં સિનિયર નેતાનું રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. સુરતમાં ભાજપના ઉપપ્રમુખ પદેથી પીવીએસ શર્માએ રાજીનામું આપી દેતા ભાજપમાં મોટો ભડકો થયો છે.
Friends, after 15 years of service to BJP as disciplined soldier, I have decided to resign from the primary membership of the party with immediate effect. Thanks for your support all these years. pic.twitter.com/NwsMlsKJpc
— PVS Sarma (@pvssarma) November 8, 2022
રાજીનામું આપતા શું લખ્યું પીવીએસ શર્માએ
ચૂંટણી પહેલા જ સુરત ભાજપના ઉપપ્રમુખ પદેશી રાજીનામું આપતા પીવીએસ શર્માએ લખ્યું છે કે, 15 વર્ષ સુધી જે પાર્ટીમાં શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે સેવા આપી છે એ પાર્ટીને વિદાય આપવી બહુ મુશ્કેલ છે. છેલ્લા કેટલાક સમયથી હું વિચારતો હતો કે ભાજપમાં રહું કે છોડી દઉં. છેલ્લે મારા અંતર આત્માનો અવાજ સાંભળી ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. આ વિશે વધુ વાત કરતા તેમણે લખ્યું છે કે- કેટલાક કારણોસર પાર્ટીના પ્રદેશ નેતૃત્વની મારા પ્રતિ દ્વેષભાવને કારણે વ્યથિત થઈ ભાજપના સક્રિય સભ્ય પદેથી અને પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છે.
આ સાથે રાજીનામામાં પીવીએસ શર્માએ લખ્યું છે કે સુરતમાં વ્યાપારી સમાજ, નાના ઉદ્યોગપતિઓ તેમજ ઘણા નિર્દોષ લોકો પર ઈન્કમટેક્સના અધિકારીઓ દ્વારા થતા અન્યાય અને ખંડણીના વિરોધમાં મેં 2020માં ઝૂંબેશ ઉપાડી હતી. તેની માહિતી નામ સાથે પાર્ટીના શીર્ષ નેતૃત્વને મોકલી હતી. પરંતુ, તેમાં સંડોવાયેલા અધિકારીઓ મારા પર કિન્નાખોરી રાખી ખોટા કેસ કરીને મને જેલમાં મોકલવાનું ષડયંત્ર રચ્યું હતું. મારા પરિવારને પણ હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. આ કપરા સમયમાં મારી સાથે કોઈ પાર્ટીના હોદ્દેદાર કે પદાધિકારી ના ઉભા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ,, ભગવાન અને ન્યાયપાલિકા પર મને સંપૂર્ણ ભરોસો છે કે મારા પર કરેલા ખોટા કેસનો ટૂંક સમયમાં જ અંત આવશે. તમને જણાવીને મને આનંદ થાય છે કે હું આવા અન્યાયો સામે લડતો રહીશ અને પ્રજાના હિત માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ.