પીવીઆર સિનેમા, આઈનોક્સ અને બુકમાયશોની વિરુદ્ધ ફરિયાદઃ 25-30 મિનિટ સુધી વિજ્ઞાપન દેખાડી


PVR INOX Fined (19 ફેબ્રુઆરી 2025): બેંગલુરુના 30 વર્ષિય અભિષેક એમઆરે કન્ઝ્યૂમર કોર્ટમાં પીવીઆર સિનેમા, આઈનોક્સ અને બુકમાયશોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ હતો કે તેણે ફિલ્મ પહેલા 25-30 મિનિટ સુધી વિજ્ઞાપન દેખાડીને તેનો સમય બરબાદ કરી દીધો, જેનાથી તેને માનસિક પરેશાની થઈ અને તેના આગળના કામને પણ પ્રભાવિત કર્યું.
ફિલ્મ મોડી શરુ કરીઅભિષેકે 203માં ફિલ્મ સૈમ બહાદુર માટે ત્રણ ટિકિટ બુક કરી હતી. શોનો સમય 4.05 વાગ્યે બતાવ્યો હતો અને ફિલ્મ 6.30 વાગ્યે ખતમ થવાની હતી. તેમણે વિચાર્યુ હતું કે તે ફિલ્મ બાદ પોતાના બાકીના કામ પુરા કરી શકશે. પણ જ્યારે તે થિયેટર પહોંચ્યો તો ફિલ્મ નક્કી કરેલા સમયની જગ્યાએ 4.30 વાગ્યે શરુ થઈ. કારણ કે થિયેટરમાં લાંબા સમય સુધી વિજ્ઞાપન અને ટ્રેલર દેખાડ્યું. તેણે આને ખોટી વ્યાપારિક પ્રથા ગણાવી અને કહ્યું કે, થિયેટર કંપનીઓ વિજ્ઞાપનોથી લાભ કમાવવા માટે દર્શકોનો સમય બરબાદ કરી રહી છે.
શખ્સને મળશે 50 હજારનું વળતર
કન્ઝ્યૂમર કોર્ટે આ મામલા પર સુનાવણી કરતા કહ્યું કે, કોઈને પણ બીજાનો સમય અને પૈસાનો ખોટો ફાયદો ઉઠાવવાનો અધિકાર નથી. કોર્ટે પીવીઆર અને આઈનોક્સને 50 હજારનું વળતર આપવાનો આદેશ કર્યો છે, કારણ કે તેમણે ખોટી રીતે વિજ્ઞાપન બતાવીને ગ્રાહકનો સમય બરબાદ કર્યો હતો. થિયેટરમાં માનસિક પરેશાની બદલ 5000 રુપિયા અને કેસના ખર્ચ પેટે 10 હજાર રુપિયા વધારાના આપવા માટે કહ્યું છે. આ ઉપરાંત ગ્રાહક કલ્યાણ કોષમાં 1 લાખ રુપિયા જમા કરાવાનો નિર્દેશ આપ્યો છે.
પીવીઆરે બચાવમાં શું કહ્યું
બુકમાયશોએ કોર્ટને કોઈ પણ દાયિત્વથી મુક્ત કરી દીધું. કારણ કે તે ખાલી ટિકિટ બુકિંગનું પ્લેટફોર્મ છે અને તેને થિયેટરમાં દેખાડવામાં આવતી વિજ્ઞાપન પર કોઈ કંટ્રોલ નથી. પીવીઆર અને આઈનોક્સે પોતાના બચાવમાં કહ્યું કે, તેને અમુક સાર્વજનિક સેવાઓ ઘોષણા દેખાડવા માટે બાધ્ય કર્યું હતું. પણ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આવી વિજ્ઞાપન ખાલી 10 મિનિટની અંદર હોવી જોઈએ અને તેને ઈન્ટરવલ દરમ્યાન બતાવવી જોઈએ.
આ પણ વાંચો: ટેસ્લાએ ભારતમાં એન્ટ્રીની તૈયારી કરી લીધી, ગુજરાતના પાડોશી રાજ્યમાં ફેક્ટરી ખોલશે