ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ચીનની ખેલાડીને હરાવી સિંગાપુર ઓપનમાં પીવી સિંધુએ મેળવી શાનદાર જીત

Text To Speech

ભારતીય બેડ્મિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો છે. સિંગાપુર ઓપનની ફાઈનલમાં ભારતની 2 વખતની ઓલમ્પિક વિજેતા પીવી સિંધુનો મુકાબલો ચીનની વાંગ ઝી યી સામે થયો હતો. પીવી સિંધુએ વાંગ ઝીને હરાવીને સિંગાપુર ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. પહેલા સેટમાં વાંગ ઝીએ સિંધુને આકરો પડકાર આપ્યો હતો.

જોકે સિંધુએ જોરદાર કમબેક સાથે વાંગ ઝીને સીધા સેટમાં 21-09થી હરાવી હતી. વાંગ ઝીએ બીજી ગેમમાં સિંધુને સારી એવી ફાઈટ આપી હતી. બીજી ગેમ તેણે 11-21થી પોતાના નામે કરી હતી. છેલ્લે ત્રીજી ગેમ ખૂબ જ શાનદાર રહી હતી. વાંગ ઝી શરૂમાં આગળ હતી પરંતુ બાદમાં સિંધુએ જલવો દેખાડ્યો હતો. વાંગ ઝીએ સિંધુને ખૂબ જોરદાર પડકાર આપ્યો હતો પરંતુ તેણી જીતી ગઈ હતી. આ ગેમના અંતમાં સિંધુએ 21-15 સાથે ખાસ અંદાજમાં મોટો વિજય મેળવ્યો હતો.

પીવી સિંધુ માટે સિંગાપુર ઓપનની સફર ખૂબ જ સારી રહી છે. શરૂમાં તેણે લિને ટેનને સીધા સેટમાં 21-15, 21-11થી હરાવી હતી. ત્યાર બાદ તેણે ન્યૂયેન દાય લિંહને 19-21, 21-19, 21-18થી હરાવી હતી. હેન યૂ સાથેના જોરદાર મુકાબલામાં પણ સિંધુએ 17-21, 21-11, 21-19થી જીત મેળવી હતી. ત્યાર બાદ સેમીફાઈનલમાં સિંધુનો મુકાબલો સાએના કાવાકામી સાથે થયો હતો જેમાં તેણે 21-15, 21-07થી વિજય મેળવ્યો હતો.

સિંધુનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ જ છે. આ વર્ષે માર્ચ મહિનામાં રમાયેલી સ્વિસ ઓપન બાદ સિંધુએ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સિંધુ સ્વિસ ઓપનનો ખિતાબ જીતી હતી. આ સાથે જ સિંધુનું પ્રદર્શન દર વર્ષે સતત વધુ સારૂં બની રહ્યું છે. તેણીએ સિંગાપુર ઓપનમાં પણ પોતાના પ્રતિસ્પર્ધીઓને કોઈ તક નથી આપી.

Back to top button