ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી દીધી છે. તેણે ફાઈનલમાં કેનેડીયન પ્લેયરને હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.
#CommonwealthGames2022 | India's PV Sindhu wins Gold in final of women's singles in Badminton pic.twitter.com/I9CtQqyM8Z
— ANI (@ANI) August 8, 2022
પીવી સિંધુએ જીત્યો ‘ગોલ્ડ’
પ્રથમ ગેમમાં મિશેલે સિંધુને થોડી ટક્કર આપી હતી. પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેને કોઈ તક આપી નહોતી. બીજી ગેમ ભારતના સ્ટાર શટલરે 21-13થી જીતી હતી. આ સાથે સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની સિંગલ્સમાં પહેલો ગોલ્ડ જીત્યો છે. ભારત હવે મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ આવ્યા છે.
સિંધુ vs મિશેલ
પહેલી ગેમ: સિંધુ 21-15થી જીતી
બીજી ગેમ: સિંધુએ 21-13થી જીત મેળવી
સિંધુએ પ્રથમ વખત કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યો
બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સીઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.