ધર્મ

નવા વર્ષની પહેલી પોષ પુત્રદા એકાદશીઃ જાણો શા માટે કરવામાં આવે છે વ્રત?

Text To Speech

એકાદશીનું શાસ્ત્રોમાં ખુ બ જ મહત્ત્વ ગણાવાયુ છે. એકાદશીનું વ્રત નિયમિત કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે. ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મનોરોગ જેવી સમસ્યાઓ પણ દુર રહે છે. પોષ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવામાં આવે છે. આ એકાદશી ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી સંતાન સંબંધિત દરેક ચિંતાઓ અને સમસ્યાઓ દુર થાય છે. નવા વર્ષમાં પોષ પુત્રદા એકાદશી 2 જાન્યુઆરી 2023ના રોજ મનાવાશે. માન્યતાઓ અનુસાર એકાદશીનું વ્રત કરનારા જાતકોને જીવનભર સુખની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે.

નવા વર્ષની પહેલી પોષ પુત્રદા એકાદશીઃ જાણો શા માટે કરવામાં આવે છે વ્રત? hum dekhenge news

પૌષ પુત્રદા એકાદશીના શુભ મુહુર્ત

પોષ પુત્રદા એકાદશી નવા વર્ષમાં 2 જાન્યુઆરી 2023ના રોજ આવે છે. આ દિવસની શરૂઆત 1 જાન્યુઆરી સાંજે 7.11 વાગ્યે થશે અને તેનુ સમાપન 2 જાન્યુઆરીએ સાંજે 8.23 વાગ્યે થશે. પોષ પુત્રદા એકાદશીનો ઉપવાસ 3 જાન્યુઆરી 2023ના રોજ સવારે 7.12 વાગ્યા સુધી રહેશે.

સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ બાદ પતિ-પત્ની એક સાથે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. બાલ ગોપાલને લાલ, પીળા ફુલ, તુલસી દલ અને પંચામૃત અર્પિત કરો. પતિ-પત્ની સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો. જરૂરિયાતમંદોને દાન-દક્ષિણા અને ભોજન કરાવો.

Back to top button