Russian Vladimir Putin Address Nation: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન આજે શનિવારે વેગનર ગ્રુપ તરફથી રશિયાના દક્ષિણ સૈન્ય જિલ્લા પર કબ્જા વચ્ચે રાષ્ટ્રપિત વ્લાદિમાર પુતિને રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, રશિયા દેશદ્રોહીઓનો સામનો કરી રહ્યો છે. તે માટે દ્રેશદ્રોહીઓને સજા જરૂર મળશે. વેગનરે રશિયા સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સેનાને પડકાર આપ્યો છે.
આનાથી પહેલા વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિને રશિયાને ચેતવણી આપતા કહ્યું હતુ કે તેઓ રશિયાની સેનાને ઉખાડી ફેંકશે. વેગનર ચીફના ચેતવણી પછી રાષ્ટ્રપતિ પુતિને રશિયાના અનેક ક્ષેત્રોની સુરક્ષામાં વધારો કરવાના નિર્દેશ આપ્યા હતા. જે પથી મોસ્કોમાં સુરક્ષા અધિકારીઓએ લોકોને ઘરથી બહાર ન નિકળવાની સલાહ આપી છે.
લડાઈમાં એકતા જરૂરી છે
રશિયન રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન કહ્યું કે વર્સ્ટન દેશો વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં એકતા જરૂરી છે. વેગનર ગ્રુપે જેવી રીતની કાર્યવાહી કરી છે, તે આપણા ભાઈઓ સાથે વિશ્વાસઘાત છે. આ આપણા લોકોની પીઠ પર હુમલો છે. આ ઠિક એવું જ છે, જ્યારે વર્ષ 1971માં થયું હતુ અને આપણો દેશ વહેંચાઇ ગયો હતો. પુતિને કહ્યું કે, આપણે એવું થવા દઇશું નહીં. આ આંતરિક વિશ્વાસઘાત છે. જોકે, હાલમાં રશિયાના રોસ્તોવમાં સ્થિતિ જટિલ બનેલી છે. રોસ્તોવમાં નાગરિક અને સેન્ય પ્રશાસનના કામોમાં વિલંબ થઇ રહ્યો છે.
રશિયન સેનાના કમાન્ડર્સને આદેશ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેઓ આપણને હાર અને આત્મ સમર્પણ સામે ધકેલી રહ્યા છે. જો કોઈપણ આવી રીતના રસ્તા પર ચાલશે તો તેને તત્કાલ સજા મળશે. હું બંધારણ અને લોકોની રક્ષા માટે બધુ જ કરીશ. પુતિને રશિયન સેનાના કમાન્ડરને આદેશ આપ્યો છે કે તેઓ વિદ્રોહીયોને મોતને ઘાટ ઉતારી દે. આમ રશિયામાં ગૃહયુદ્ધ ફાટી નિકળ્યું છે તેવું કહેવું તો પણ ખોટું ગણાશે નહીં. રશિયાના આંતરિક્ષ ઘર્ષણના કારણે યુક્રેનને ખુબ જ મોટો ફાયદો થઈ શકે છે.
પુતિનના હતા ઉંડા સંબંધ
રશિયાના વેગનર પ્રાઈવેટ આર્મીના ચીફ યેવગેની પ્રિગોઝિને પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમના પાસે 2500 સૈનિક છે, જે મરવા માટે તૈયાર છે. અમે રશિયન સૈન્ય નેતૃત્વને ઉખાડી ફેકવા માટે મજબૂતીથી આગળ વધી રહ્યાં છીએ. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા માટે મોસ્કોમાં અનેક ટેન્ક તૈનાત કરવામાં આવી ચૂકી છે. જોકે, એવું માનવામાં આવે છે કે એક સમય એવો હતો કે પુતિન અને વેગનર પ્રાઈવેટ આર્મીના ચીફ યેવગેની પ્રિગોઝિન વચ્ચે ખુબ જ સારા સંબંધ હતા.
વેગનરના એક સૈનિકે કથિત રીતે પોતાના જ મુખ્યા પ્રિગોઝિનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. તેને ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે રશિયામાં એક નવો જ વળાંક આવી ગયો છે.
આ પણ વાંચો- લોકસભા ચૂંટણી 2024: ED-CBIથી ડરવાની જરૂર નથી- 2024માં BJPની હાર સુનિશ્ચિત: સત્યપાલ મલિકના તીખા બોલ