ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

G20 સમિટમાં ભાગ લેવા માટે પુતિન ભારત આવશે નહીં; આપ્યું ખાસ કારણ

Text To Speech

ઈન્ટરનેશનલ ડેસ્ક: ભારતે G20 સમિટની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, પરંતુ આ દરમિયાન એવા અહેવાલ મળ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવશે નહીં. ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો G20 સમિટ માટે ભારત આવવાનો કોઈ પ્લાન નથી.

રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં યોજાનારી જી-20 સમિટ માટે ભારતની મુલાકાતનું કોઈ જ આયોજન કરી રહ્યા નથી. તેમણે કહ્યું કે હાલમાં મુખ્ય ફોકસ સ્પેશિયલ મિલિટરી ઓપરેશન પર છે.

રશિયન પ્રવક્તાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જી-20 મીટિંગમાં ડિજિટલ રીતે જોડાશે, તેમણે કહ્યું કે તેમની ભાગીદારીની રીત પછીથી નક્કી કરવામાં આવશે.

પુતિન બ્રિક્સ માટે દક્ષિણ આફ્રિકા પણ ગયા નથી

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં તાજેતરમાં આયોજિત બ્રિક્સ સમિટમાં અંગત રીતે હાજરી આપી ન હતી. જોહાનિસબર્ગમાં તેમનું પ્રતિનિધિત્વ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કર્યું હતું.

આ પણ વાંચો-રાહુલ ગાંધી કારગિલ પ્રવાસે, દેશમાં મુસ્લિમોના હાલાતને લઈ સવાલો પૂછતા, પોતાની શૈલીમાં કંઈક આવો જવાબ આપ્યો

Back to top button