વર્લ્ડ

મોસ્કોમાં પુતિનને મળશે જિનપિંગ, શું યુક્રેન સાથેના યુદ્ધના સમયમાં ચીન બનશે સંકટમોચક

Text To Speech

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 20 થી 22 માર્ચ સુધી રશિયાના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન જિનપિંગ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. ત્યારે સૌ કોઈને નજર આ પ્રવાસ પર છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની મુલાકાતે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફરી એકવાર મળવા જઈ રહ્યા છે. જિનપિંગ પુતિનને મળવા મોસ્કો જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈન્ટરનેશનલ વોર ક્રાઈમ ઓથોરિટીએ પુતિન વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે.

પુતિન - જિનપિંગ-humdekhengenews

ચીને રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી બનવાની કરી હતી જાહેરાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજથી રશિયાના પ્રવાસે છે. આ પ્રવાસ પહેલા ચીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા પહેલ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને  પણ રવિવારે (19 માર્ચ) યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે રચનાત્મક ભૂમિકા ભજવવાની ચીનની ઈચ્છાને સમર્થન આપ્યુ હતુ.

જિનપિંગ પુતિન સાથે કરશે બેઠક

એવું માનવામાં આવી રહ્યું છે કે જિનપિંગ પુતિન સાથે એકતા દર્શાવવા માટે મોસ્કો જઈ રહ્યા છે. ત્યારે જિનપિંગે પણ તેને સમર્થન આપતા કહ્યું હતું કે યુક્રેન સંકટના ઉકેલ માટે ‘ન્યાયી માર્ગ’ અપનાવવો જોઈએ. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે યુક્રેન સંકટના ઉકેલ સુધી પહોંચવું સરળ નહીં હોય. પરંતુ શી સાથેની તેમની વાતચીતથી ઘણી અપેક્ષાઓ છે. મળતી માહીતી અનુસાર, જિનપિંગ સોમવારથી બુધવાર સુધી મોસ્કોની મુલાકાત લેશે, રશિયન સરકારે કહ્યું કે જિનપિંગ બપોરે આવવાના હતા અને બાદમાં પુતિનને મળવાના હતા.

આ પણ વાંચો : ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધી, ગેલેક્સી પર પોલીસનો કડક પહેરો

Back to top button