BRICS પહેલા બોલીવુડના દિવાના બન્યા પુતિન! ભારતીય સિનેમા વિશે કહી મોટી વાત, જૂઓ વીડિયો
- રશિયા તા. 22-23 ઓક્ટોબરે યોજાનારી BRICS સમિટ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે
મોસ્કો, 19 ઓકટોબર: 16મી BRICS સમિટ આ મહિનાની તારીખ 22-23 ઓક્ટોબરે રશિયાના કાઝાનમાં યોજાવા જઈ રહી છે. રશિયા આ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રશિયા જશે, અહીં તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ખાસ મુલાકાત કરશે.આ દરમિયાન પ્રમુખ વ્લાદિમીર પુતિન આ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. BRICSની તૈયારીઓ વચ્ચે પુતિનનો બોલિવૂડ પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર દુનિયાની સામે આવી ગયો છે.
જૂઓ આ વીડિયો
🇷🇺 Russia Embraces 🇮🇳Indian Cinema, Promises to Promote Indian Filmmakers 🎬 – Vladimir Putin
Hindi voiceover 👇 pic.twitter.com/M3jnj8ZcIv
— Sputnik India (@Sputnik_India) October 18, 2024
પુતિને ભારતીય ફિલ્મોની કરી પ્રશંસા
જ્યારે પ્રમુખ પુતિનને એક મીટિંગ દરમિયાન પૂછવામાં આવ્યું કે, ભારત બહાર બોલિવૂડનો સૌથી મોટો ફેન કોણ છે? જેના પર પ્રમુખ પુતિને ફરીથી ભારતીય ફિલ્મો પ્રત્યે રશિયાની પ્રશંસાની જાહેરાત કરી.
રશિયામાં સૌથી વધુ લોકપ્રિય ભારતીય સિનેમા
વ્લાદિમીર પુતિને કહ્યું કે, તમે જાણો છો કે જો તમે તમામ BRICS સભ્ય દેશોને જુઓ તો મને લાગે છે કે, ભારતીય સિનેમા અન્ય BRICS દેશો કરતાં રશિયામાં વધુ લોકપ્રિય છે. મને લાગે છે કે, અમારી પાસે ટીવી પર પણ એક અલગ ચેનલ છે, જે ભારતીય સિનેમાને દિવસ-રાત બતાવે છે. તેથી, ભારતીય સિનેમામાં અમારો રસ ઘણો વધારે છે.
અર્થતંત્રમાં સિનેમા નિર્માણ અને ફિલ્મ ઉદ્યોગનો હિસ્સો
પુતિને કહ્યું કે, “સિનેમા નિર્માણ અને ફિલ્મ ઉદ્યોગ અર્થતંત્રનો હિસ્સો છે. આને યોગ્ય રીતે નિયંત્રિત કરવું જોઈએ. ભારતે તેના સિનેમા બજારને બચાવવા માટે ઘણા નિર્ણયો લીધા છે.” આ સાથે શુક્રવારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સંકેત આપ્યા કે, આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારતીય ફિલ્મોના વધુ પ્રમોશન અંગે ચર્ચા કરી શકે છે.
પીએમ મોદી જશે રશિયા
મહત્ત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી BRICS સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. આ વર્ષે PM મોદીની રશિયાની આ બીજી મુલાકાત હશે. તેઓ છેલ્લે જુલાઈમાં 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા મોસ્કો ગયા હતા. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી કઝાનમાં તેમના સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે.
આ પણ જૂઓ: પીએમ મોદી 22-23 ઓકટોબરે જશે રશિયા, 16મી BRICS સમિટમાં લેશે ભાગ