2023માં ઘરમાં લગાવો હનુમાનજીના આવા ચિત્રઃ કષ્ટભંજન ભાંગશે તમારા કષ્ટ
એવી માન્યતા છે કે કળયુગમાં હનુમાનજી સૌથી પ્રભાવશાળી દેવતા છે. તેમનું નામ સાંભળવાથી જ ભક્તોના કષ્ટ દુર થઇ જાય છે. પ્રભુ શ્રીરામ પ્રત્યે પોતાની અગાધ શ્રદ્ધાથી જ હનુમાનજીને અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓનું વરદાન મળ્યુ છે. આ એજ અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ છે જે કળયુગમાં હનુમાન ઉપાસકોના કલ્યાણનું કામ કરે છે. હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, શાંતિ અને આરોગ્ય તેમજ લાભની પ્રાપ્તિ થાય છે. નકારાત્મક શક્તિઓને દુર કરવા માટે, વાસ્તુદોષ નિવારણ અને ઘરમાં સુખ-શાંતિ માટે હનુમાનજીનું ચિત્ર લગાવવું અત્યંત લાભદાયક છે.
પ્રેમ અને વિશ્વાસ વધારવા માટે
તમે હનુમાનજીના ઘણા સ્વરૂપવાળા ચિત્રો જોયા હશે, પરંતુ રામ દરબારમાં અને રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીનું ચિત્ર ડ્રોઇંગ રૂમમાં લગાવવાથી પરિવારના સભ્યોમાં અરસપરસ પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા વધારવામાં સહાયતા મળશે.
આધ્યાત્મિક ઉર્જા વધારવા માટે
પરિવારના સભ્યોમાં ધાર્મિક ભાવના વધારવા માટે શ્રીરામની આરાધના કરતા અને શ્રીરામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું અત્યંત શુભ ગણાય છે. આ ચિત્ર લગાવવાથી પરિવારના સભ્યોમાં એકબીજા પ્રત્યે સમર્પણનો ભાવ પણ મજબુત થાય છે.
આત્મવિશ્વાસ અને હિંમત વધશે
જો પરિવારના સભ્યોમાં સાહસ અને આત્મવિશ્વાસની કમી હોય અને વાત વાતમાં ડર લાગતો હોય અથવા તો તમે કોઇ નિર્ણયો ન લઇ શકતા હો તો એવી સ્થિતિમાં એક હાથમાં પર્વત ઉઠાવતા હનુમાનજીનું ચિત્ર ઘરમાં લગાવવું ખુબ જ લાભદાયી ગણાશે.
સફળતા મેળવવા માટે
જીવનમાં ઉત્સાહ, સફળતા અને ઉમંગ મેળવવા માટે આકાશમાં ઉડતા હનુમાનજીનું ચિત્ર લગાવવાથી તમને ખુબ જ ફાયદો થશે. બાળકોને અભ્યાસમાં આગળ રહેવા માટે કે પછી યુવાઓને કરિયરમાં સફળતા માટે આ પ્રકારના ચિત્ર લગાવવા ખુબ જ સારુ સાબિત થશે. કોઇ પણ વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે લંકા દહન કરતા કે રામ-લક્ષ્મણને પોતાના ખભા પર ઉઠાવતા હનુમાનજીનું ચિત્ર લગાવી શકાય છે.
નકારાત્મક શક્તિઓને દુર કરવા માટે
ઘરની દક્ષિણ દિશામાં દિવાલ પર લાલ રંગની બેઠી મુદ્રામાં હનુમાનજીનું ચિત્ર લગાવવાથી દક્ષિણ દિશામાંથી આવતી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દુર થાય છે. ધીમે ધીમે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, જેનાથી સુખ-શાંતિ આવશે. આ પ્રકારે ઘરના પ્રવેશ દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ખરાબ આત્માઓનો પ્રવેશ નહીં થાય.
આ પણ વાંચોઃ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : વિચરણ સ્મૃતિદિનમાં શું હશે વિશેષ