આજે પુષ્યનક્ષત્રની સાથે દિવાળીનો ઝગમગાટ શરૂ થઇ જશે. પુષ્યનક્ષત્રની સાથે જ દેવઉઠી એકાદશી સુધી દીપોત્સવી પર્વની રોનક દેખાશે. આપણે ત્યાં એવી પરંપરા છે કે ચોપડાની ખરીદી કરવામાં આવે છે અને પછી દિવાળી પહેલા ધનતેરસની સાંજે ચોપડાપૂજન કરવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠ યોગ ગણવામાં આવે છે. તેમજ વેપારીઓ નવા વર્ષના ચોપડા- સોનુ- ચાંદી- આભૂષણ લેવા માટે ઉત્તમ દિવસ તરીકે સૌથી વધુ ખરીદી આ દિવસે થતી હોય છે.
આ પણ વાંચો : પુષ્ય નક્ષત્ર પર ‘ખરીદીનો મહાયોગ’: કન્યા, ધન અને મકર રાશિના જાતકોને થશે ધનલાભ
18 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્રના દિવસને શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે ઘર, સોના-ચાંદી, વાહન જેવા સામાન ખરીદી શકો છો.આ શુભ યોગમાં રોકાણ કરવાથી ધનમાં વધારો થાય છે. આ દિવસે શુભ મુહૂર્તમાં મકાન, વાહન, જમીન, ઝવેરાત અને અન્ય વસ્તુઓની ખરીદી કરવી શ્રોષ્ઠ છે.
આજના શુભ મુહૂર્ત
- સવાર : 09.39 થી 11.05 (શુભ)
- 11.05 થી 11.59 (લાભ )
- 03.17 થી સાંજે 4.44 (શુભ)
- 07.44 થી રાત્રે 09.17 (લાભ)
પુષ્ય નક્ષત્રનું મહત્વ
27 નક્ષત્રોમાં પુષ્યને નક્ષત્રનો રાજા માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અમરેજ્ય પણ કહેવામાં આવે છે. એટલે તે નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લઇને આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે પરંતુ તેની પ્રકૃતિ ગુરુ જેવી હોય છે. જ્યારે પણ મંગળવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે મંગળ પુષ્ય નામનો યોગ બને છે.
શુભ યોગમાં ખરીદેલી વસ્તુઓ લાંબો સમય ચાલે છે અને શુભ ફ્ળ આપે છે. આ શુભ યોગમાં ટુ-વ્હીલર અને 4 વ્હીલર પણ ખરીદી શકાય છે. આ સિવાય પુષ્ય નક્ષત્રમાં પૂજા સામગ્રી, ચાંદી કે ઘરેણાં, વાસણો, શુભ સંકેતો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. હીરા, પોખરાજ, નીલમ, મોતી વગેરે જેવા રત્નો ખરીદવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો થાય છે.