ગણેશ ચતુર્થીમનોરંજન

ગણપતિજી પર ‘પુષ્પા’નો સ્વેગ, Video આવ્યો સામે

Text To Speech

આજથી દેશભરમાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે વિવિધ અવતારમાં શ્રીગણેશની સ્થાપના જોવા મળી રહી છે. ‘પુષ્પા’નું ટશન લોકોના લોહીમાં ભળી ગયું હોય તેવી સ્થિતિ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન જેમ દાઢી પર હાથ ફેરવીને બોલે છે, ‘મેં ઝુકેગા નહીં’ જે હજારો લોકો માટે સૌથી લોકપ્રિય બન્યો હતો. હવે આ સ્વેગ વેવમાં ભગવાન ગણેશને પણ સ્થાન મળી રહ્યું છે. અને તેમને પણ પુષ્પાના અવતારમાં જોવા મળી રહ્યા છે.

ગણપતિનો અલગ જ સ્વેગ

લોકો ગણપતિ બાપ્પાની ભક્તિ વિવિધ રીતે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ગણપતિની સૌથી મોટી ખાસિયત એ છે કે લોકો તેને તેમના મિત્ર-ભાઈની જેમ પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં કેટલાક મૂર્તિકારોએ ગણપતિને ‘પુષ્પા’ સ્વેગમાં પણ સામેલ કર્યો છે. ઘણી જગ્યાએ બાપ્પાની મૂર્તિઓ અલ્લુ અર્જુનની જેમ દાઢી પર હાથ ફેરવતાં જોવા મળે છે. દેશભરમાં વિવિધ સ્થાનો પર આ પ્રકારના ગણેશજીનો અવતાર જોવા મળ્યો છે.

એવું કહી શકાય કે અલ્લુ અર્જુનના ક્રેઝ અને સ્ટારડમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે, જે ફિલ્મની રિલીઝના આટલા લાંબા સમય પછી પણ ખતમ થાય એવું લાગતું નથી. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ 17 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ હતી. 8 મહિના પછી પણ ફિલ્મ અને અલ્લુ અર્જુનના પાત્રને લઈને ચર્ચાઓ એટલી જ જોરદાર છે જેટલી રિલીઝ વખતે હતી.

Back to top button