ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

જેલમાં જમીન પર સૂતો ‘પુષ્પા’, જેલમાંથી ઘરે પહોંચતા પત્ની અને બાળકોને ગળે લગાવી થયો ભાવુક, જુઓ વિડીયો

  • 18 કલાક બાદ બહાર આવ્યો અલ્લુ અર્જુન, ઘરે આવતા જ માતાએ નજર ઉતારી

મુંબઈ, 14 ડિસેમ્બર, પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુને શુક્રવાર રાત જેલમાં વિતાવી હતી. અલ્લુ અર્જુનને આજે સવારે જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જેલની બહાર ચાહકોનો જમાવડો થઈ ગયો હતો. જેલમાંથી છુટ્યા બાદ અલ્લુ અર્જુન ગીતા આર્ટસ ઓફિસ પહોંચ્યા હતા જ્યાં તેમને મળવા કેટલાક ડાયરેક્ટર્સ અને ફિલ્મી દુનિયાના લોકો આવ્યા હતા. ત્યારબાદ ઘરે પહોંચતા અલ્લુ અર્જુન બાળકોને ભેટી પડ્યા હતા. એક્ટરને ગળે લગાવતાં પત્ની સ્નેહા પણ ભાવુક જોવા મળી હતી.

અલ્લુ અર્જુન જેલમાંથી મુક્ત થયા બાદ ઘરે પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ બાળકો અને પત્નીને ભેટતા નજરે પડી રહ્યા છે. પતિને ગળે લગાવતાં જ તેમની પત્ની સ્નેહા ભાવુક થઈ રડી પડી હતી. વીડિયોમાં તે ઘરમાં પ્રવેશતા પહેલા એક વૃદ્ધ મહિલાના પગને સ્પર્શ કરતો પણ જોવા મળે છે. ઘરે પહોંચતાની સાથે જ અલ્લુ અર્જુને મીડિયાને સંબોધિત કર્યું અને ચાહકોને તેમની સુખાકારી વિશે ખાતરી આપી. તેમજ ચાહકોના અતૂટ સમર્થન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

હૈદરાબાદ જેલમાંથી બહાર આવ્યા પછી તરત જ, અલ્લુ અર્જુન તેના જ્યુબિલી હિલ્સના ઘરની બહાર મીડિયા અને તેના ચાહકોને મળ્યો હતો. અભિનેતાએ કહ્યું કે, ‘ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું! હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને આ મામલે તેમને સંપૂર્ણ સહકાર આપીશ. આ મુશ્કેલ સમયમાં તેમના પ્રશંસકોના અતૂટ સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા, અભિનેતાએ નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમણે તેને અજાણતા અકસ્માત ગણાવ્યો હતો. ‘હું ફરી એકવાર તેમના(મહિલા) પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તે એક કમનસીબ ઘટના હતી. જે થયું તેના માટે અમે દિલગીર છીએ.

જાણો શું હતો સમગ્ર મામલો?
સંધ્યા થિએટરમાં અલ્લુ અર્જુનને જોવા ચાદકોની ભીડ જમા થઈ ગઈ હતી. નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થતાં પોલીસે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ માટે અલ્લ અર્જુન સામે કેસ દાખલ કર્યો હતો. તેમની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેમને 14 દિવસના રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હાઈકોર્ટે તેમને રાહત આપી અને એક રાત જેલમાં રહ્યા બાદ તેમને આજે સવારે મુક્ત કરવામાં આવ્યા. મહિલાના પતિ ભાસ્કરનું કહેવું છે કે તે પોતાનો કેસ પાછો ખેંચવા તૈયાર છે. થિયેટરમાં આવવામાં અલ્લુ અર્જુનની કોઈ ભૂલ નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા તેમના આઠ વર્ષના પુત્રની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અલ્લુએ 35 વર્ષીય મૃતક રેવતીના પરિવારને વળતર તરીકે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચો…અલ્લુ અર્જુને જેલમાંથી છૂટ્યા બાદ આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Back to top button