ટ્રેન્ડિંગમનોરંજન

પુષ્પા 2ના ફેમસ એક્ટર જોલી રેડ્ડીએ લગ્ન કર્યા, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ

Text To Speech

મૈસૂર, 17 ફેબ્રુઆરી 2025: સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા-2માં કામ કરી ચુકેલા એક્ટર ડાલી ધનંજય લગ્નના બંધને બંધાયો છે. મૈસૂરના એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં આયોજીત એક ફંક્શનમાં ડાલી અને ડોક્ટર ધન્યાતા લગ્નના તાંતણે બંધાયા છે. થોડા મહેમાનો અને નજીકના દોસ્તો સાથે આ લગ્ન સાદાઈથી થયા હતા. ડાલીના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે અને કલીગ્સથી લઈને ફેન્સ પણ તેમને નવા જીવનની શરુઆતની શુભકામનાઓ આપી રહ્યા છે.

વાયરલ થઈ ડાલીના લગ્નની તસવીરો

ડાલી પુષ્પા સીરીઝ પહેલા અને બીજા પાર્ટમાં દેખાયો હતો. તેણે આ ફિલ્મમાં જોલી રેડ્ડીનું પાત્ર ભજવ્યું હતું. આ ખાસ અવસર પર કન્નડ એક્ટરે પરંપરાગત ઓફ વ્હાઈટ આઉટફિટ અને ગોલ્ડન કલરની વેસ્થી સાથે કુર્તો પહેર્યો હતો. તેની સાથે તેણે મૈસૂર પેટા કૈરી કર્યું હતું જે તેના લુકને એકદમ કમ્પલિમેંટ કરી રહ્યું હતું. તો વળી દુલ્હન ધન્યાતા રેડ બોર્ડર વાળી ગોલ્ડન સાડીમાં સુંદર લાગી રહી હતી. બંનેની તસવીરોમાં હસતા જોઈ ફેન્સ પણ રાજી થઈ ગયા હતા.

લગ્નમાં ફિલ્મી સ્ટાર્સનો જમાવડો

આ લગ્નમાં સ્ટાર્સનો પણ જમાવડો જોવા મળ્યો હતો. અલગ અલગ ઈંડસ્ટ્રીના કેટલાય નામચિન્હ ચહેરા આ ઈવેન્ટમાં જોડાયા હતા. વાત વર્ક ફ્રન્ટની કરીએ તો, ધનંજય છેલ્લા પુષ્પા-2: ધ રુલમાં દેખાયો હતો. આ ફિલ્મમાં અલ્લૂ અર્જૂને લીડ રોલ પ્લે કર્યો હતો અને રશ્મિકા મંદાના ફીમેલ લીડ રોલમાં હતી. નિર્દેશક સુકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી હતી. તેમાં એશ્વર્યા રાજેશ, શિ રાજકુમાર, વિજય બાબૂ અને યોગેશ ભટ્ટે અન્ય મહત્વના પાત્રો ભજવ્યા હતા, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: ફાયદાની વાત: ખાલી 1503 રુપિયા ભરીને AC ખરીદવાનો મોકો, ઉનાળો આવે તે પહેલા ઘરે લઈ આવો

Back to top button