નવા વર્ષમાં પણ ‘પુષ્પા 2’નો દબદબો, ‘દંગલ’નો રેકોર્ડ તોડવાથી થોડી જ દૂર
- ‘પુષ્પા 2: ધ રૂલ’ વર્ષ 2024ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહેલી આ ફિલ્મની રિલીઝને 27 દિવસ થઈ ગયા છે
HD ન્યુઝ ડેસ્કઃ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ સ્ટારર એપિક ડ્રામા ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ વર્ષ 2024ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહેલી આ ફિલ્મની રિલીઝને 27 દિવસ થઈ ગયા છે અને અત્યારે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ પુષ્પા 2નો દબદબો જોવા મળી રહ્યો છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો 27 દિવસમાં અલ્લુ અર્જુનની આ ફિલ્મ વર્ષની મોટી ગેમ ચેન્જર સાબિત થઈ છે.
દંગલના રેકોર્ડથી થોડાક ઈંચ દૂર
સુકુમારના નિર્દેશનમાં બનેલી ‘પુષ્પા 2’ને વિદેશમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મલેશિયા, જર્મની, સિંગાપોર, યુકે, યુએઈ સહિત અનેક વિદેશી શહેરોના સિનેમાઘરોમાં હિટ સાબિત થઈ રહી છે. વિશ્વભરમાં સફળ થયેલી પુષ્પા 2 એ અત્યાર સુધી ઘણી મોટી હિન્દી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે તેની સામે સૌથી મોટી ભારતીય ફિલ્મ ‘દંગલ’નો રેકોર્ડ છે, હવે એ જોવું રસપ્રદ રહેશે કે અલ્લુ અર્જુનની ફિલ્મ તેનો રેકોર્ડ તોડી શકશે કે નહીં. જોકે આ ફિલ્મ દંગલના કલેક્શનથી થોડી જ દૂર છે.
Pushpa 2 is heading towards another big milestone globally.
DREAM RUN continues.
WW Box Office:
Day 1 – ₹ 282.91 cr
Day 2 – ₹ 134.63 cr
Day 3 – ₹ 159.27 cr
Day 4 – ₹ 204.52 cr… pic.twitter.com/O3w5EyUMx7— Manobala Vijayabalan (@ManoblaV) January 1, 2025
જાણો વર્ષના અંતિમ દિવસે પુષ્પા 2નું બોક્સ ઓફિસ કલેક્શન
ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલન દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર પુષ્પા 2 એ 27માં દિવસે વિશ્વભરમાં 8.76 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યાર બાદ તેનું વર્લ્ડ વાઈડ કલેક્શન 1726.91 કરોડ રૂપિયા થઈ ગયું છે. અત્યાર સુધીમાં પુષ્પા 2 એ ભારતીય બોક્સ ઓફિસ પર 1171.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મ સાઉથની ફિલ્મ પ્રભાસની બાહુબલી 2 નો રેકોર્ડ તોડી ચૂકી છે. દંગલની વાત કરીએ તો પુષ્પા 2 આમિર ખાનની ફિલ્મનો રેકોર્ડ તોડવાથી માત્ર 300 કરોડ રૂપિયા દૂર છે. ઉલ્લેખનીય છે વર્ષ 2016માં દંગલ ફિલ્મે કુલ 2070 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું.
આ પણ વાંચો Mirzapur The Film: શું સિરીઝથી અલગ હશે આ ફિલ્મની સ્ટોરી? ગોલુએ આપ્યો આ જવાબ
આ પણ વાંચોઃ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનું રોમાંચક વેકેશન, ફેન્સ માટે પ્રેરણા બન્યું કપલ, જુઓ વીડિયો
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ