ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

‘પુષ્પા 2’ પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરીને બની વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ

  • ‘પુષ્પા 2’ પહેલા જ દિવસે બે મોટી ફિલ્મો ‘જવાન’ અને RRRને પછાડીને રૂ. 100 કરોડનો આંકડો પાર કરીને બિગ ઓપનર બની ચૂકી છે

HD ન્યુઝ ડેસ્કઃ સુકુમાર દિગ્દર્શિત ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક બની ચૂકી છે. અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ અભિનીત આ ફિલ્મ 5 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પ્રથમ દિવસે જ થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ પરથી ફિલ્મનો ક્રેઝ જોઈ શકાય છે. એડવાન્સ બુકિંગથી લઈને ઓપનિંગ ડે સુધી પુષ્પા 2એ મોટો ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘પુષ્પા 2’ પહેલા જ દિવસે બે મોટી ફિલ્મોને પછાડીને રૂ. 100 કરોડનો આંકડો પાર કરીને બિગ ઓપનર બની ચૂકી છે.

‘પુષ્પા 2’ નું ગ્રાન્ડ ઓપનિંગ

‘પુષ્પા 2’ ના ગ્રાન્ડ શરૂઆતે ઓપનિંગ ડે પર જ તમામ ભાષાઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. સાઉથ ડિરેક્ટર સુકુમારની આ પેન ઈન્ડિયા ફિલ્મ 6 ભાષાઓમાં રિલીઝ થઈ છે, જેણે હિન્દી ભાષામાં પણ કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘જવાન’ અને સાઉથની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ RRRને હરાવીને ફિલ્મે પહેલા જ દિવસે બાજી મારી લીધી છે. એડવાન્સ બુકિંગના પ્રી-સેલ્સમાં આ ફિલ્મે દુનિયાભરમાં જબરજસ્ત બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ રિલીઝના દિવસે આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન જાહેર થયું છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

  • સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘પુષ્પા 2’ એ તેની રિલીઝના પહેલા દિવસે તેલુગુ ભાષામાં 85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હિન્દીમાં આ ફિલ્મે 67 કરોડનો બિઝનેસ કરીને જવાનનો રેકોર્ડ તોડ્યો છે.
  • આ સાથે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 175.1 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.
  • ઉલ્લેખનીય છે કે જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ રિલીઝના પહેલા દિવસે 133 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે હિન્દી ફિલ્મ ‘જવાન’એ પહેલા દિવસે 65 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ પુષ્પા 2 એ હિન્દી ભાષાની ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે અને તે વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે.

આ પણ વાંચોઃ 2024માં મોસ્ટ પોપ્યુલર સ્ટારમાં ટોચ પર દીપિકા કે શાહરૂખ નહિ, પણ આ વ્યક્તિ!

આ પણ વાંચોઃ વિવેક ઓબેરોયે કર્યા અભિષેકના વખાણ, જાણો સલમાન અને ઐશ્વર્યા વિશે શું કહ્યું?

Back to top button