ટ્રેન્ડિંગમનોરંજન

‘પુષ્પા 2’ એ રચ્યો ઈતિહાસ, રીલીઝ પહેલા જ કરી 1000 કરોડની કમાણી!

  • અલ્લૂ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ ને લઈને સતત લાઈમલાઈટમાં રહે છે. ફિલ્મની રીલીઝને પણ હજુ ઘણી વાર છે, પરંતુ ફિલ્મની કમાણીનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

20 એપ્રિલ, ચેન્નઈઃ સાઉથ સિનેમાથી લઈને પેન ઈન્ડિયાનો સુપરસ્ટાર બનનાર અભિનેતા અલ્લૂ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ ને લઈને સતત લાઈમલાઈટમાં રહે છે. ફિલ્મની રીલીઝને પણ હજુ ઘણી વાર છે, પરંતુ ફિલ્મની કમાણીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અલ્લૂ અર્જુનની આ ફિલ્મે રીલીઝ પહેલા 1000 કરોડનો બિઝનેસ કરી લીધો છે.

સાઉથ સિનેમાનો સુપરસ્ટાર અલ્લૂ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને સતત ચર્ચામાં છે. સુપરસ્ટારના જન્મદિવસના અવસર પર નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. ટીઝરમાં અલ્લૂ અર્જુનની ઝલક જોયા પછી બધાને ખાતરી હતી કે આ ફિલ્મ ધમાલ મચાવશે. જોકે, ફિલ્મનું પ્રમોશન હજી શરૂ થયું નથી અને ફિલ્મે જબરજસ્ત બિઝનેસ કરવાનું શરૂ કરી દીધું છે. તેની રીલીઝ પહેલા જ ‘પુષ્પા 2’ કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે.

વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ ‘પુષ્પા 2: ધ રૂલ’ રીલીઝ પહેલા જ બિઝનેસ કરવાનો શરૂ કરી દીધો છે. એક રિપોર્ટ અનુસાર, અલ્લૂ અર્જુનની ફિલ્મ થિયેટર્સમાં રીલીઝ થાય તે પહેલા જ તેની કમાણી 1000 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ છે. પુષ્પા એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. દર્શકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

પુષ્પા 2 એ રચ્યો ઈતિહાસ

આ પહેલી ભારતીય ફિલ્મ છે જેણે પ્રી-રીલીઝ અથવા પ્રી-બોક્સ ઓફિસ બિઝનેસ દરમિયાન રૂ. 1000 કરોડની કમાણી કરી છે. KGF ચેપ્ટર 2 અને RRR પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી. હિન્દી ડબ ભાષા માટે, થિયેટર રાઈટ્સની કિંમત રૂ. 200 કરોડ છે, દક્ષિણ ભારતીય પ્રદેશોના થિયેટર રાઇટ્સનું મૂલ્ય 270 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઓવરસીઝ માર્કેટમાં રૂ. 100 કરોડ કે તેથી વધુના ટર્નઓવરની અપેક્ષા છે. આ ફિલ્મે માત્ર થિયેટ્રિકલ રાઈટ્સ દ્વારા 550 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

જો સૂત્રોની વાત માનીએ તો નેટફ્લિક્સે પુષ્પા 2 ના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે રૂ. 275 કરોડની ઓફર કરી છે. આ સિવાય ઓડિયો અને સેટેલાઇટ રાઈટ્સ સહિત આ રકમ લગભગ 450 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. જો આ આંકડાઓમાં તેના થિયેટ્રિકલ રાઇટ્સ પણ ઉમેરવામાં આવે તો ફિલ્મનો પ્રી-રીલીઝ બિઝનેસ રૂ. 1000 કરોડના આંકડાને સ્પર્શે છે.

આ પણ વાંચોઃ લેકિન મૈંને તો ઐસા નહીં કહાઃ પ્રીતિ ઝિંટાએ કઈ અફવાનું કર્યું ખંડન?

Back to top button