પુષ્પા 2એ તોડ્યો KGF 2નો રેકોર્ડ: ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ ખતરામાં, જાણો કમાણી
- દિગ્દર્શક સુકુમારના નિર્દેશનમાં બનેલી પુષ્પા 2 તારીખ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
મુંબઈ, 15 ડિસેમ્બર: પુષ્પા 2એ આજે રવિવારે વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો અલ્લુ અર્જુનની ફિલ્મે KGF 2નો રેકોર્ડ તોડ્યો છે અને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાનાની પુષ્પા 2 રિલીઝ થયાને 11 દિવસ થઈ ગયા છે. જ્યારે ફિલ્મે તેની રિલીઝના એક દિવસ પહેલા પેઇડ પ્રિવ્યૂઝથી રૂ. 10.65 કરોડની કમાણી કરી હતી, ત્યારે તેણે પ્રથમ દિવસે તમામ ભારતીય ભાષાઓમાં રૂ. 164.25 કરોડની ઓલ-ટાઇમ હાઇ ઓપનિંગ મેળવી હતી. દિગ્દર્શક સુકુમારના નિર્દેશનમાં બનેલી પુષ્પા 2 તારીખ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી, આ ફિલ્મ દરરોજ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી રહી છે.
પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન
Sacknilk અનુસાર, ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પછી બીજો વીકેન્ડ શરૂ થતાં જ ફિલ્મની કમાણી ફરી વધી ગઈ. મહત્ત્વપૂર્ણ છે કે, આપેલા આંકડા અંતિમ નથી, પરંતુ સાંજે 4 વાગ્યા સુધી અપડેટ થયેલા ડેટા અનુસાર છે. જેમાં ફેરફાર થઈ શકે છે.
દિવસ અને કમાણી (રૂ. કરોડમાં)
- પ્રથમ દિવસ- 164.25
- બીજો દિવસ- 93.8
- ત્રીજો દિવસ- 119.25
- ચોથો દિવસ- 141.05
- પાંચમો દિવસ- 64.45
- છઠ્ઠો દિવસ- 51.55
- સાતમો દિવસ- 43.35
- આઠમો દિવસ- 37.45
- નવમો દિવસ- 36.4
- દસમો દિવસ- 63.3
- અગિયારમો દિવસ- 41
- કુલ 866.5
RRR પછી હવે KGF ચેપ્ટર 2નો રેકોર્ડ પણ તૂટી ગયો
પુષ્પા 2એ 10મા દિવસે વર્ષ 2022માં રિલીઝ થયેલી રાજામૌલીની ફિલ્મ RRR (રૂ. 782.2 કરોડ)નો રેકોર્ડ તોડ્યો હતો. હવે આ ફિલ્મે KGF ચેપ્ટર 2નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જે ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં બીજા સ્થાને હતી. યશ સ્ટારર KGF 2એ વર્ષ 2022માં 859.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેને અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ પાછળ છોડી દીધી છે.
પુષ્પા 2 હજી બાહુબલી 2ના વર્લ્ડવાઈડ કલેક્શનને પાર કરવાથી દૂર
મહત્ત્વપૂર્ણ છે કે, સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની આ યાદીમાં પ્રભાસની ફિલ્મ બાહુબલી નંબર 1 પર છે, જેણે ભારતીય બોક્સ ઓફિસ પર 1030.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ હજુ આનાથી લગભગ 200 કરોડ રૂપિયા દૂર છે. જો કે ફિલ્મની કમાણીની સ્પીડ જોતા લાગે છે કે, આ ફિલ્મ બહુ જલ્દી આ રેકોર્ડ પાર કરી જશે.
આ પણ જૂઓ: ગોવિંદાને જોઈને દોડીને આવી સુષ્મિતા સેન, ગળે લગાવીને પૂછ્યા હાલચાલ