અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ, નાસભાગમાં એક અવસાન થતા પોલીસની કાર્યવાહી
મુંબઈ, 13 ડિસેમ્બર 2024 :ફિલ્મ ‘પુષ્પા 2’ દુનિયાભરના સિનેમાઘરોમાં ડંકો વગાડ્યો છે. આ દરમિયાન સુપરસ્ટાર અલ્લુ અર્જુન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં પોલીસે અભિનેતાની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની મહિલાનું અવસાન થયું હતું. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. હવે આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નો પ્રીમિયર શો યોજાયો હતો. ક્રેઝી ચાહકો એ જ્યારે સાંભળ્યું કે, અલ્લુ અર્જુન પણ સ્ક્રિનિંગમાં હાજરી આપવા જઈ રહ્યો છે ત્યારે ભીડ બેકાબૂ બની ગઈ. લોકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઉમટી પડ્યા કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. દિલસુખનગરમાં રહેતા રેવતીબેન તેમના પતિ અને બે બાળકો શ્રી તેજ અને સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવ્યા હતા, પરંતુ લોકો થિયેટરના દરવાજાની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ નાસભાગમાં રેવતી અને તેમનો પુત્ર બેભાન થઈ ગયો. 9 વર્ષનું બાળક બેકાબૂ ભીડમાં દટાઈ ગયું. પોલીસે તાત્કાલિક માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ, નાસભાગમાં એક અવસાન થતા પોલીસની કાર્યવાહી