શ્રમિકોને બેટરી સંચાલિત ટુ-વ્હીલર ખરીદવા પાછલી અસરથી સબસિડી મળશે. જેમાં કોરોનાકાળમાં શરૂ થયેલી યોજના ફરીથી પાટે ચઢી છે. તેમજ RTO ટેક્સ અને ફી ઉપર એક વખત રૂપિયા 30 હજારની સબસિડી મળે છે. 1લી મે 2021થી ગો-ગ્રીન શ્રમિક યોજના અમલમાં મુકી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
સબસિડી ચૂકવવા સરકારે નિર્ણય કર્યો
કોરોનાકાળ દરમિયાન ઔદ્યોગિક શ્રમિકો પોતાના અંગત ટુ-વ્હિલર વસાવીને મુસાફરી કરી શકે તેના માટે ભારત સરકારના ગો-ગ્રીન મિશન હેઠળ ગુજરાત સરકારે ખાસ યોજના અમલમાં મુકી હતી. જેના હેઠળ 1લી અપ્રિલ 2022 કે તે પછી શ્રમિકોએ ખરીદેલા બેટરી સંચાલિત દ્વિ-ચક્રીય વાહનોમાં પણ સબસિડી ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ તંત્રની બેદરકારી, સાબરમતી નદીકાંઠા વિસ્તારમાં દબાણો વધ્યા
વાહનોની સબસિડી લટકી પડી હતી
કોવિડ-19ની મહામારીમાં શ્રમિકોના પરિવહન મુદ્દે પ્રશ્નો ઉભા થતા 1લી મે 2021થી ગો-ગ્રીન શ્રામિક યોજના અમલમાં મુકી હતી. તેના હેઠળ ઈ- વ્હિલર ખરીદનાર શ્રામિકને ખરીદ કિંમત, RTO ટેક્સ અને ફી ઉપર એક વખત રૂપિયા 30 હજારની સબસિડી મળે છે. પરંતુ, સબસિડી માટેનું બેટરી સંચાલિત વાહન ક્લાઈમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હેઠળના ગુજરાત ગૌણ ઉર્જા વિકાસ એજન્સી- GEDA હેઠળ એમ્પેનલ અને ભારત સરકારના FAMA-2 માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ એવી પૂર્વશરત હતી. GEDAની મુદ્દત 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થયા બાદ આવા વાહનોની સબસિડી લટકી પડી હતી.