નેશનલ

ISIની કરતૂતથી પંજાબનો ગેંગસ્ટર આતંકી બન્યો, PAKના શરણે રહી રિંદાએ બબ્બર ખાલસાની કમાન સંભાળી

Text To Speech

પંજાબનો એકસમયનો ગેંગસ્ટર હરવિંદરસિંહ રિંદા પાકિસ્તાનમાં બબ્બર ખાલસાના ચીફ વધાવા સિંહનો જમણો હાથ બનીને પંજાબમાં ફરી આતંકવાદ ફેલાવવાના સપનાં સેવી રહ્યો છે. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIએ રિંદાની પીઠ પર હાથ રાખી દીધો છે અને આ જ કારણ છે કે રિંદા ડ્રોનથી હથિયારો પંજાબ પહોંચાડવા લાગ્યો છે. રિંદા ગેંગસ્ટર હતો અને તેનું પંજાબમાં જોરદાર નેટવર્ક હતું. હાલમાં જ જેટલી આતંકી ઘટનાઓ થઈ છે તેમાં આ નામચીન ગેંગસ્ટરની કોઈને કોઈ મુદ્દે સંડોવણી રહી છે. ગેંગસ્ટર દિલપ્રીતસિંહ બાવા હોય કે જયપાલ ભુલ્લર દરેકના કનેક્શન રિંદા સાથે છે.

રિંદાએ જ સેક્ટર-38માં સરપંચની હત્યા કરાવી હતી, તેમજ પંજાબ યુનિવર્સિટીમાં ફાયરિંગ પણ કર્યું હતું. આ ઉપરાંત અનેક હત્યાઓના કેસ તેના વિરુદ્ધ પંજાબ અને મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે. એટલું જ નહીં રિંદાએ યુટી પોલીસના એક ઈન્સ્પેક્ટરની હત્યા કરવાની યોજના પણ બનાવી હતી. શરૂઆતથી ગુનાકિય પ્રવૃતિઓમાં સંડોવાયેલો હરવિંદર એક સમયે વિદ્યાર્થી નેતા હતો, પરંતુ ધીમે ધીમે તેને પોતાનું નામ કુખ્યાત કરી દીધું. પંજાબમાં એક આતંકી મોડ્યૂલનો ભાંડો ફોડવામાં આવ્યો તો પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું કે તેમને હરવિંદર સિંહ ઉર્ફે રિંદાના નિર્દેશ પર અન્ય સાથી મદદથી નવાંશહેરના CIA કાર્યાલય પર બોમ્બ ફેંકવાનો હતો. એજન્સીને મળેલી તાજા જાણકારી મુજબ રિંદા હવે પંજાબનો એક ગેંગસ્ટર નથી પરંતુ પાકિસ્તાનમાં બબ્બર ખાલસાના ચીફ વધાવા સિંહનો જમણો હાથ બની ગયો છે અને તેને ISIનો પણ સપોર્ટ છે.

હરવિંદર સિંહ પંજાબના તરનતારનો છે, પરંતુ 11 વર્ષની ઉંમરે તે પરિવારની સાથે મહારાષ્ટ્રના નાંદેડ સાહિબ ચાલ્યો ગયો હતો. પોલીસ રેકોર્ડ મુજબ રિંદાએ 18 વર્ષન ઉંમરે પારિવારિક વિવાદમાં તરનતારનમાં પોતાના એક સંબંધીની હત્યા કરી હતી. જે બાદ હરવિંદર સિંહે નાંદેડમાં વસૂલી શરૂ કરી હતી અને લોકોની હત્યા પણ કરતો હતો. અહીં તેના વિરૂદ્ધ 2016માં બે કેસ નોંધાયા હતા જેમાં તેને ભાગેડુ જાહેર કરાયો છે.

કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ રિંદાનો સંપર્ક પંજાબમાં નામચીન ગેંગસ્ટર સાથે છે.

ગુનાની દુનિયામાં આવ્યા બાદ રિંદા એટલો બેખૌફ થઈ ગયો કે તેને પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવા છતાં તત્કાલિન એસએચઓને મારી નાખવાની ધમકી આપી હતી. 2017માં પંજાબ પોલીસને ઈનપુટ મળ્યા હતા કે રિંદા બેંગલુરુમાં છે. તે પોતાની પત્નીની સાથે એક હોટલમાં રોકાયો છે. પંજાબ પોલીસે ઈનપુટના આધારે બેંગલુરુની એક હોટલમાં રેડ કરી પરંતુ રિંદા હોટલના રૂમની બારીમાંથી ભાગી ગયો હતો. પોલીસે રિંદાની પત્નીની ધરપકડ કરી હતી. હરવિંદર સિંહ રિંદા છે, જેને પંજાબી ગાયક પરમીશ વર્મા પર મોહાલી નજીક હુમલો કરાવ્યો હતો. આ હુમલો દિલપ્રીતસિંહ બાબાએ એપ્રિલ 2018માં કર્યો હતો. દિલપ્રીતસિંહ બાબા આ મામલે ચંદીગઢથી પકડાયો હતો.

રિંદાનું નામ થયું સાથે સાથે ડર વધ્યો તો આતંકવાદીઓએ તેને સાથ આપ્યો. રિંદા સાથે જેલમાં બંધ એક પૂર્વ આતંકીએ સંપર્ક કર્યો અને પાકિસ્તાનમાં રહેતા બબ્બર ખાલસાના ચીફ વધાવાસિંહ બબ્બર સાથે વાત કરાવી. બાદમાં તેને પાકિસ્તાનમાં બેઠેલા બબ્બર ખાલસાના ચીફ વધાવા સિંહનો ફોન નંબર પણ આપ્યો. જે બાદ રિંદાએ વધાવા સિંહ બબ્બર સાથે નિકટતા વધારી. રિંદાએ વધાવા સિંહ પાસે હથિયાર માગ્યા, જે અંગે રિંદાને હથિયાર અને પૈસા પહોંચાડવાનો વાયદો કર્યો. વધાવા સિંહ રિંદાની હિંમત અને નિડરતાનો દિવાનો થઈ ગયો.

પંજાબનો એકસમયનો ગેંગસ્ટર હરવિંદરસિંહ રિંદા પાકિસ્તાનમાં બબ્બર ખાલસાના ચીફ વધાવા સિંહનો જમણો હાથ બનીને પંજાબમાં ફરી આતંકવાદ ફેલાવવાના સપનાં સેવી રહ્યો છે

કેન્દ્રીય ગુપ્તચર એજન્સી IBના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ રિંદા કેનેડા ભાગવા માગતો હતો અને તે માટે વધાવા સિંહે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. તેના માટે નકલી પાસપોર્ટ અને વીઝા સુધીની ગોઠવણ વધાવા સિંહે કરી હતી. પરંતુ પ્લાન લીક થઈ ગયો અને એજન્સીઓ સતર્ક થઈ ગઈ. જે બાદ રિંદા કેનેડા ન જઈ શક્યો પરંતુ વધાવા સિંહની મદદથી પાકિસ્તાન ભાગી ગયો. એજન્સીઓએ તે વાતથી પરેશાન છે કે રિંદા પાકિસ્તાન પહોંચ્યો કેવી રીતે? જેને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ રિંદાનો સંપર્ક પંજાબમાં નામચીન ગેંગસ્ટર સાથે છે. જયપાલ ભુલ્લર જેવા પશ્ચિમ બંગાળમાં પંજાબ પોલીસે અથડામણમાં ઠાર કર્યો હતો તેની સાથે રિંદાના ખાસ સંબંધ હતા. ભુલ્લરના મોબાઈલમાં રિંદા સંધૂના નામથી નંબર પણ હતો જે ચેક કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી રિંદાનો નંબર છે. એવી આશંકા છે કે બુડેલ મોડલ જેલની બાઉન્ડ્રી વોલની પાસે બેગમાં મળેલા ટિફિન બોમ્બ (RDX) અને ડેટોનેટર પણ રિંદાનું ષડયંત્ર છે. આ ઉપરાંત હરવિંદર સિંહ ઉર્ફે રિંદાએ પંજાબના રુપનગરના નૂરપુબેદીની કલમાં પોલીસ ચોકીમાં બોમ્બ વિસ્ફોટ કરાવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ થઈ છે.

Back to top button