

પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું પંજાબના લુધિયાણા જિલ્લામાં અવસાન થયું હતું. તેણે ઘણી સુપરહિટ પંજાબી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેની ગણતરી સફળ અભિનેત્રીઓમાં થાય છે.

દલજીત કૌરે સવારે 69 વર્ષની વયે સુધરમાં તેમના પિતરાઈ ભાઈના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સહિત તેમના ચાહકો પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના પિતરાઈ ભાઈ હરિન્દર સિંહ ખંગુરાએ જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે.
A dear friend and batchmate Daljeet Kaur the punjabi lead girl of yester years passed away on 17th this month. May her soul find eternal peace. ????????????FTII 1976 batch
— satish shah???????? (@sats45) November 17, 2022
દલજીત કૌર બ્રેઈન ટ્યુમરથી પીડિત હતા
69 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર પંજાબી અભિનેત્રી દલજીત કૌર ગંભીર બીમારીથી પીડિત હતી. તેના પિતરાઈ ભાઈ હરિન્દર સિંહ ખંગુરાના જણાવ્યા અનુસાર, કૌર છેલ્લા ત્રણ વર્ષથી બ્રેઈન ટ્યુમરથી પીડિત હતી અને છેલ્લા એક વર્ષથી કોમામાં હતી. અભિનયની દુનિયા સિવાય દલજીત કબડ્ડી અને હોકીનો પણ ખેલાડી હતો. તેમના નિધન પર પંજાબી અભિનેત્રી નીરુ બાજવા, ગાયક મીકા સિંહે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. દલજીત કૌરને યાદ કરતાં સતીશ શાહે ટ્વિટર પર લખ્યું, “એક પ્રિય મિત્ર અને બેચમેટ દલજીત કૌર, જૂની પંજાબી અભિનેત્રીનું આ મહિનાની 17મી તારીખે અવસાન થયું. તેમની આત્માને શાંતિ મળે. FTII 1976 બેચ.”

દલજીત કૌરનું ફિલ્મી કરિયર
કૌરે દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ 1976માં ફિલ્મ ‘દાઝ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. દલજીત કૌરે 10 થી વધુ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જ્યારે પંજાબીમાં 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. દિલજીત કૌરે ‘પૂત જટ્ટા દે’ (1983), ‘મામલા ગડબડ હૈ’ (1983), ‘કી બનૂ દુનિયા દા’ (1986), ‘પટોલા’ (1988) અને ‘સઈદા જોગન’ (1979) સહિત અનેક હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.