પંજાબ : લુધિયાણામાં ટ્રેન હડફેટે ત્રણ લોકોના મોત
પંજાબના લુધિયાણામાં આજે રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો છે. લુધિયાણા શહેરના ધોલેવાલ બ્રિજ પાસે અંબાલા પેસેન્જર ટ્રેને ટક્કર મારતાં ત્રણ લોકોના મોત થયા હતા. ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ મૃતકોની લાશ લગભગ અડધો કલાક ટ્રેક પર પડી રહી હતી. આ ઘટનાના લગભગ પોણો કલાક પછી જીઆરપી પોલીસ સ્ટેશનની પોલીસે આવીને મૃતદેહોનો કબજો લીધો હતો.
શું કહ્યું ઘટનાસ્થળે હાજર લોકોએ ?
આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માર્કેટ ટ્રેકની બાજુમાં હોવાને કારણે આ અકસ્માત થયો હતો. દર અઠવાડીયાની જેમ આ રવિવારે પણ ધોલેવાલ બ્રિજ નીચે ટ્રેક પાસે બજાર ભરાયું હતું, જ્યાં દુકાનદારોની ભારે ભીડ જોવા મળી હતી. સેંકડો લોકો પાટા ઓળંગીને અહીં-ત્યાં જઈ રહ્યા હતા. બધાનું ધ્યાન ખરીદી પર હતું. ત્યારે અચાનક લુધિયાણા બાજુથી આવેલા અંબાલા પેસેન્જરે ત્રણ લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા. તે પોતાની જાતને સંભાળી શકે તે પહેલા ટ્રેનની જોરદાર ટક્કર બાદ તે ઘણા ફૂટ પડી ગયો હતો અને પછી ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી. મોડી સાંજે મૃતકોમાંથી એકની ઓળખ ચાંદભાન તરીકે થઈ છે. તે મૂળ યુપીનો વતની હતો. બાકીના બે મૃતકોની ઓળખ થઈ શકી નથી.