પંજાબમાંથી પકડાયો ‘ગે’ સીરિયલ કિલર, સંબંધ બાંધી પૈસા ન આપતાં પુરુષો સાથે કરતો હતો આવું કામ


નવી દિલ્હી, તા.24 ડિસેમ્બર, 2024: પંજાબમાંથી પોલીસ ગે સીરિયલ કિલરની ધરપકડ કરી હતી. તે સંબંધ બાંધી પૈસા ન આપતો પુરુષોની હત્યા કરતો હતો અને બાદમાં તેમની માફી પણ માંગતો હતો. તેણે 10થી વધુ હત્યા કરી હોવાનો પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો.
પંજાબની રોપર પોલીસે જણાવ્યું, આરોપી ગે છે અને માત્ર રસ્તા પર રહેતા લોકો જ તેનો ભોગ બનતા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે પહેલા પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારબાદ લૂંટ ચલાવતો અને હત્યા કરી નાંખતો હતો.
એક પત્રકાર પરિષદને સંબોધતા રોપરના એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે આરોપી રામ સરૂપ ઉર્ફે સોધીએ કીરતપુર સાહિબ નજીક મૌરા ટોલ પ્લાઝા નજીક ગુનો કર્યો હતો. રોપર જિલ્લામાં ત્રણ હત્યાઓ બની હતી. રામ સરૂપે ત્રણેય ઘટનાને અંજામ આપ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ 10 થી વધુ લોકોની હત્યા કરવાની કબૂલાત કરી હતી.
ડ્રગ્સનો વ્યસની છે આરોપી
આરોપી રોપર, ફતેહગઢ સાહિબ અને હોશિયારપુર જિલ્લામાં ગુનાઓ કરતો હતો એમ એસએસપીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃતક હરપ્રીત ઉર્ફે સનીએ પહેલા તેની સાથે સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે પૈસા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને હરપ્રીતની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ડ્રગનો વ્યસની છે, જેના કારણે પરિવારે તેને બે વર્ષ પહેલા ઘરમાંખી કાઢી મૂકવામાં આવ્યો હતો. આરોપી પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે.
હત્યા બાદ કરતો હતો આવું કામ
આરોપીએ કહ્યું કે તેણે ઘણા ગુના કર્યા છે, જેમાંથી ઘણા તેને યાદ પણ નથી. હત્યા કર્યા પછી તેને પસ્તાવો થતો હતો અને તે મૃતદેહના પગને સ્પર્શ કરીને માફી માંગતો હતો. આરોપીએ જણાવ્યું હતું કે તેણે દારૂ પીધા બાદ આ ગુનો કર્યો હતો.
આ પણ વાંચોઃ ‘વેચેલો માલ પરત નહીં લેવામાં આવે’, આવું લખનારા દુકાનદારને દંડ થાય? જાણો નિયમ