સિંગર મુસેવાલા મર્ડર કેસમાં સામેલ 3 શાર્પ શૂટરને પંજાબ પોલીસે ઘેરી લીધા છે. અટારી બોર્ડરથી 10 કિમી દૂર હોશિયાર નગરમાં 3 કલાક એન્કાઉન્ટર ચાલ્યું હતું. બે શાર્પ શૂટર જગરુપ રુપા અને મનપ્રીત મુન્નાને પોલીસે ઠાર કરવામાં આવ્યા છે. એક હજી પણ બિલ્ડિંગમાંથી સતત ફાયરિંગ કરી રહ્યો છે. એન્કાઉન્ટરમાં 3 પોલીસવાળા પણ ઘાયલ થયા છે.
#WATCH | Encounter ensuing between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab pic.twitter.com/7UA0gEL23z
— ANI (@ANI) July 20, 2022
પંજાબમાં જ હતા બંને હત્યારા
સૂત્રોના જણાવ્યા અનુસાર અટારી ગામમાં 6-7 ગેંગસ્ટર છુપાયા હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગુંડાઓ ગામની જૂની હવેલીમાં છુપાયેલા છે. પંજાબ પોલીસને માહિતી મળી હતી કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ સાથે સંકળાયેલા ગેંગસ્ટર ગામમાં છુપાયેલા હોઈ શકે છે. જે બાદ પંજાબ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગેંગસ્ટર રૂપા અને તેનો સાથી મન્નુ કુસા ત્યાં છુપાયેલા હતા.તેમને પકડવા માટે પોલીસ ફોર્સે વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસ અને શૂટરો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બંને ગેંગસ્ટર શાર્પ શૂટર હોવાની આશંકા છે. આ બંને આરોપીઓ પંજાબના તરનતારનના રહેવાસી હોવાનું કહેવાય છે.
સચિન ભિવાનીએ ચાર શૂટરોને આશ્રય આપ્યો હતો
આ બંને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગના શાર્પ શૂટર છે. અગાઉ પોલીસે બિશ્નોઈ ગેંગના એક શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. અંકિત સિરસા નામના શૂટરે નજીકથી મૂઝવાલા પર ફાયરિંગ કર્યું હતું. અંકિત સિરસા પહેલા પ્રિયવ્રતની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે સચિન ભિવાનીએ સિદ્ધુ મૂઝવાલા કેસમાં ચાર શૂટરોને આશ્રય આપ્યો હતો, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
મન્નુ લોરેન્સનો ખાસ હતો
તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી. ગોલ્ડી બ્રાર તિહાર જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ખૂબ નજીક છે.