ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબ પોલીસે લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ગ્રેનેડ સાથે ઝડપી પાડ્યા

Text To Speech
  • પોલીસે લશ્કરના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો
  • પંજાબમાં આતંક ફેલાવવા પાકિસ્તાનનો પ્રયાસ
  • ફિરદૌસ અહેમદ આ મોડ્યુલનો મુખ્ય હેન્ડલર

પંજાબના અમૃતસરમાં સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે લશ્કર-એ-તૈયબાના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઑપરેશનમાં જમ્મુ-કાશ્મીરના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. SSOCએ આતંકીઓ પાસેથી બે IED, બે હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ, બે મેગેઝિન, 24 કારતૂસ, એક ટાઈમર સ્વિચ, આઠ ડિટોનેટર અને ચાર બેટરીઓ જપ્ત કરી છે. આ લોકો પંજાબમાં મોટી ઘટનાઓને અંજામ આપવા જઈ રહ્યા હતા.

ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC) અમૃતસર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભારતની ગુપ્તચર એજન્સીઓએ ઇનપુટ અને સપોર્ટ આપ્યો હતો. ઈનપુટ બાદ દરોડા દરમિયાન જમ્મુ-કાશ્મીરના 2 આતંકવાદીઓ ઝડપાયા. પૂછપરછમાં સ્પષ્ટ થયું છે કે પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા સાથે મળીને પંજાબમાં આતંક ફેલાવવા માંગતા હતા. વધુમાં તેમણે જણાવ્યું છે કે, તહેવારોના દિવસો નજીક હોવાથી રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસને આંતરરાજ્ય બ્લોક ગોઠવવાની સૂચના પણ આપવામાં આવી છે.

આરોપીની પૂછપરછ કરતાં મુખ્ય હેન્ડલર માટે ફિરદૌસ અહેમદનું નામ સામે આવ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, અમૃતસરમાં કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલ (SSOC) દ્વારા સંયુક્ત ઑપરેશનમાં લશ્કર-એ-તૈયબાના મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી આતંકવાદીઓની સંખ્યા હવે વધીને 200 થઈ ગઈ છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર : શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Back to top button