ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આમ આદમી પાર્ટીના પંજાબના મંત્રીએ મહિલા સામે વીડિયો કૉલ ઉપર હસ્તમૈથુન કર્યું

  • ભાજપના નેતાઓએ પંજાબના આપ સરકારના મંત્રીના વીડિયોના ફોટા જારી કર્યા
  • બલકાર સિંહ વિરુદ્ધ પગલાં લેવા માગ

નવી દિલ્હી, 27 મે, 2024: આમ આદમી પાર્ટી (AAP)નું વધુ એક અત્યંત ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે. પંજાબની આમ આદમી પાર્ટી સરકારના પ્રધાન બલકાર સિંહ ઉપર જાતીય ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપ થયા છે. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના રાષ્ટ્રીય સચિવ તજિન્દર બગ્ગા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર આઘાતજનક ઘટનાનો ઘટસ્ફોટ કરીને AAP સરકારના મંત્રી સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

જૂઓ ભાજપના નેતાએ શું કહ્યું?

બગ્ગાની પોસ્ટ અનુસાર, 21 વર્ષની એક મહિલાએ રોજગાર મેળવવા આમ આદમી પાર્ટી (AAP) નેતા બલકાર સિંહનો સંપર્ક કર્યો હતો. સહાયની ઓફર કરવાને બદલે, બલકાર સિંહે કથિત રીતે તેણીને વિડીયો કોલ કરવા માટે દબાણ કર્યું, જે દરમિયાન તેણે મહિલાને કપડાં ઉતારવા દબાણ કર્યું અને કથિત રીતે હસ્તમૈથુન કર્યું. બગ્ગાની પોસ્ટમાં એક વિડિયોનો સમાવેશ થાય છે જેમાં આ ભ્રષ્ટ મંત્રીની અભદ્ર વર્તણૂક કેપ્ચર કરવામાં આવી છે. આ વીડિયો વાયરલ થયો છે, અને ઠેરઠેર લોકો અતિશય આક્રોશ અને ટીકા કરી રહ્યા છે.

વીડિયો અને આરોપોએ રાજકીય વાતાવરણ અત્યંત ઉત્તેજિત બનાવી દીધું છે એટલું જ નહીં પરંતુ તેના કારણે પંજાબ સરકારના આપ-ના મંત્રી વિરુદ્ધ પગલાં લેવાની માંગણીઓ શરૂ થઈ છે. ભાજપના નેતા બગ્ગા ઉપરાંત રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પુનાવાલાએ તેમની X ઉપરની પોસ્ટમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને સીધા જ ટૅગ કર્યા છે. તેમને બલકાર સિંહને તેમના મંત્રીપદ પરથી બરતરફ કરીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.

બગ્ગાએ X પરની એક પોસ્ટમાં વિડિયો અપીલ સાથે લખ્યું કે, “21 વર્ષની એક બહેન આમ આદમી પાર્ટીના પંજાબના મંત્રી બલકાર સિંહ પાસે આવે છે અને કહે છે કે તેને નોકરીની ખૂબ જ જરૂર છે. બલકાર તેને વીડિયો કૉલ કરવા માટે કહે છે, તેણીને તેના કપડાં ઉતારવા અને હસ્તમૈથુન કરવા દબાણ કરે છે. હું અરવિંદ કેજરીવાલ સમક્ષ માંગણી કરું છું અને ભગવંત માન તરત જ બલકારને બરતરફ કરે.”

વીડિયો, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને પગલે આ ઘટનાની સંપૂર્ણ તપાસની લોકો માંગ કરી રહ્યા છે. ઘણા લોકોએ આ ઘટના પર પોતાનો ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરી છે. યુવતીને ન્યાય મળે અને જાતીય સતામણીના આવા કિસ્સા સામે કડક પગલાં લેવાની હાકલ કરી છે.

બગ્ગાના દાવાના જવાબમાં બીજેપીના શહેઝાદ પૂનાવાલાએ X પર લખ્યું કે “ચારિત્રહીન AAP. AAP = એન્ટી ઓરત પાર્ટી. લાલચંદ કટારુચાક પછી હવે AAP ધારાસભ્ય બલકાર સિંહ, જેનો 21 વર્ષની છોકરી સાથે હસ્તમૈથુન કરવાનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ પણ AAP પર પ્રહારો કરી રહી છે, પરંતુ સ્વાતિ માલિવાલ પર મૌન છે. શું કેજરીવાલ અને માન બલકાર સિંહને કાઢી મૂકશે? શું કેજરીવાલ સ્વાતિ માલિવાલ ઘટના પર મોઢું ખોલશે?

આ પણ વાંચોઃ સ્વાતિ માલિવાલ કેસમાં બિભવ કુમારને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

Back to top button