ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબ સરકાર V/S ગવર્નર : SCએ કહ્યું, ‘ગવર્નરને કોઈપણ બિલ પરત મોકલવાનો અધિકાર ‘

  • મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સામ-સામે આવ્યા
  • વિધાનસભામાં પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવામાં વિલંબનો મામલો SCમાં પહોંચ્યો
  • રાજ્યપાલ દ્વારા બિલ અંગે કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે : સોલિસિટર

દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સામ-સામે આવ્યા છે. સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવામાં વિલંબનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસને લઈને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “રાજ્યપાલને પણ કોઈ પણ બિલ સરકારને પરત મોકલવાનો અધિકાર છે” જે બાદ સોલિસિટરે રાજ્યપાલ દ્વારા બિલ અંગે કાર્યવાહી કરવામાં આવી ચૂકી હોવાનું જણાવતાં સુપ્રીમ કોર્ટે સુનાવણીને ટાળી દીધી હતી.

કેસ વિશે સુપ્રીમ કોર્ટે શું જણાવ્યું ?

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, “રાજ્યપાલોએ થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે, તેમને જાણવું જોઈએ કે તેઓ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. મામલો કોર્ટમાં આવે તે પહેલાં જ રાજ્યપાલોએ પગલાં લેવા જોઈએ.”

તે જ સમયે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, “રાજ્યના રાજ્યપાલે તેમને મોકલેલા બિલ પર કાર્યવાહી કરી છે. આ પછી, સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને અપડેટ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, કેસની સુનાવણી 10 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી.”

અગાઉ આ કેસ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ સમક્ષ સુનાવણી માટે સોમવારે લિસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારે અરજીમાં વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાજ્યપાલને સૂચના આપવાની વિનંતી કરવામાં આવી હતી.

શું છે આ સમગ્ર મામલો?

અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ, “આવી ‘ગેરબંધારણીય નિષ્ક્રિયતા’ને કારણે સમગ્ર વહીવટીતંત્ર ‘વર્ચ્યુઅલ રીતે સ્થગિત’ થઈ ગયું છે. રાજ્ય સરકારની દલીલ છે કે, “રાજ્યપાલ બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકતા નથી અને બંધારણની કલમ 200 હેઠળ તેમની સત્તાઓ મર્યાદિત છે. આ કલમ બિલ રોકવા અથવા રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલવાની રાજ્યપાલ સત્તા ધરાવે છે.

આ પણ જુઓ :અદાણી-હિંડનબર્ગ વિવાદ પર લેખ લખવાના કેસમાં બે પત્રકારોને SCની રાહત

Back to top button