ટોપ ન્યૂઝનેશનલ

પંજાબ : ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, ચાર લોકોના મોત, સમગ્ર વિસ્તાર સીલ

Text To Speech
  • વહેલી સવારે પંજાબના ભટિંડાના કેન્ટ વિસ્તારમાં ફાયરિંગ
  • ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી મામલાની તપાસ શરુ કરી
  • ઘટનામાં ચાર લોકોના મોતના સમાચાર

પંજાબના ભટિંડા મિલીટ્રી સ્ટેશનમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને પગલે કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અને આ વિસ્તારમાં પ્રવેશ પણ બંધ કરી દેવામા આવ્યો છે. તેમજ આ ફાયરિંગની ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભટિંડામાં ફાયરિંગ -humdekhengenews

મિલિટરી સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર

પંજાબના ભટિંડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. ફાયરિંગમાં ચાર લોકોના મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફાયરિંગની ઘટના બુધવારે સવારે 4.30 વાગે બની હતી. ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના કોણે અંજામ આપ્યો તે પણ જાણી શકાયું નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહ્યા છે.

સર્ચ ઓપરેશન ચાલુ

આજે વહેલી સવારે પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યુ્ં છે.આ ચાર લોકો ભારતીય સેનાના હતા કે નહીં તે અંગે હજુ સુધી સેના દ્વારા સૂચના જાહેર કરવામાં આવી નથી. પરંતુ રિએક્શન ટીમ (QRT) મિલિટરી સ્ટેશન પર બનેલી ઘટના બાદથી સક્રિય થઈ છે. અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દીધો છે. તેમજ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામા આવ્યું છે. ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે આપ્યું આ નિવેદન

સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે નિવેદન આપ્યું છે કે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર આજે સવારે લગભગ 4.35 વાગ્યે ગોળીબારની ઘટના બની હતી જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. તેમજ અહી સર્ચ ઓપરેશન પણ ચાલુ જ છે.

આ પણ વાંચો : રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે હવે હિટવેવની પણ આગાહી !

Back to top button