ટોપ ન્યૂઝનેશનલ

પંજાબના કેબિનેટ મંત્રી અને AAP નેતા ફૌજાસિંહ સરાઈ એ મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું

Text To Speech

વિશ્વાસપાત્ર સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર પંજાબના કેબિનેટ મંત્રી અને AAP નેતા ફૌજાસિંહ સરાઈ એ મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો : બજારમાં મંદીની બુમો વચ્ચે સોના ચાંદીના ભાવ ફરી એકવાર આસમાને !

પંજાબના આમ આદમી પાર્ટી સરકારના મંત્રી ફૌજા સિંઘ સરાઈ સંરક્ષણ સેવાઓ, ફૂડ પ્રોસેસિંગ અને બાગાયત વિભાગના મંત્રી છે. સરારી અને તેમના નજીકના સાથી તરસેમ લાલ કપૂરની કથિત રીતે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગયા સપ્ટેમ્બર માં વાયરલ થઇ હતી, જેમાં બંનેને ટ્રાન્સપોર્ટર્સ અને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાની યોજના અંગે ચર્ચા કરતા સાંભળી શકાતા હતા.

ઓડિયો ક્લિપમાં, ટ્રકો પર ગેરકાયદે માલ ભરીને ટ્રાન્સપોર્ટર્સ અને અધિકારીઓને પકડવાની પ્રક્રિયા અંગે બંને ચર્ચા કરી રહ્યા હતા. તેમાંથી એકે જણાવ્યું હતું કે ટ્રક લોડિંગ વિશેની માહિતી અગાઉથી મેળવી શકાય છે કારણ કે ટ્રાન્સપોર્ટરોએ જો તેમની ટ્રક ડિલિવરી માટે જઈ રહી હોય તો 15 દિવસ અગાઉ સરકારને જાણ કરવી પડે છે. મંત્રીએ પ્રશ્ન કર્યો કે શું શક્ય છે કે ટ્રક ડ્રાઈવર અને હેલ્પર છટકી શકે, જેના પર બીજી બાજુના વ્યક્તિએ કહ્યું કે તે શક્ય નથી કારણ કે એજન્સીઓએ લોડિંગ પ્રક્રિયાની દરમિયાન જ દરોડો પાડવો પડે.

તત્કાલીન નિવેદનમાં મંત્રી સરાઈ એ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ઓડિયો ક્લિપ નકલી છે અને મારી વિરુદ્ધનું કાવતરું છે.” સરાઈએ ક્લિપ “ક્રિએટ” કરવા અને તેને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવા પાછળના વ્યક્તિ(ઓ) સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો : વર્ષની શરુઆતમાં જ આટલા હજાર લોકોએ નોકરીમાંથી ધોયા હાથ : શું આ વર્ષે પણ છટણીનો સિલસિલો યથાવત્ રહેશે ?

ઉલ્લેખનીય છે કે, ભગવંત માન કેબિનેટના એક મંત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં પહેલાથી જ હટાવી દેવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે કથિત ઓડિયો વાયરલ થવાને પગલે સરાઈ ને કારણદર્શક નોટીસ આપી હતી. જેને પગલે આજે સરાઈ એ પોતાના મંત્રી પડે થી રાજીનામું આપી દીધું છે.

Back to top button