નેશનલ

ભાગેડૂ વેપારી નીરવ મોદીની સંપત્તિ માટે પંજાબ બેંક અને ED વચ્ચે ઘમાસાણ; જજ પણ થયા ગુસ્સે

નવી દિલ્હી: ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી ની સંપત્તિના કબજાને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને પંજાબ નેશનલ બેંક વચ્ચે તકરાર ચાલી રહી છે. બંનેએ બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આરોપીઓની જપ્ત કરવામાં આવેલી સંપત્તિ પર પોતપોતાના દાવા રજૂ કર્યા હતા. બંનેનું વલણ જોઈને ન્યાયાધીશ પણ ગુસ્સે થઈ ગયા હતા.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને ગૌરી ગોડસેએ પંજાબ નેશનલ બેંકને ફટકાર લગાવી હતી. ખંડપીઠે કહ્યું હતું કે નીરવ મોદી એ મોટી રકમની ઉચાપત કરી છે. આ જનતાના પૈસા છે. પરંતુ બેંકને રકમની વસૂલાતને લઈને કોઈ ચિંતા નથી. બેંચને ફટકાર લગાવતા કહેવામાં આવ્યું કે જો કોઈ સામાન્ય વ્યક્તિ લોન લે છે અને તેને ચૂકવવામાં અસમર્થ હોય તો બેંક પૈસા વસૂલવાનો કોઈ રસ્તો છોડતી નથી. પરંતુ નીરવ મોદીએ જે પૈસા હડપ કર્યા હતા તેને વસૂલવા માટે બેંક કોઈ પ્રયાસ કરી રહી નથી.

બેંક અને ED બે અઠવાડિયામાં જવાબ ફાઇલ કરશે

PNB તરફથી હાજર રહેલા વકીલે બચાવ કર્યો હતો કે બેંકને ખબર નથી કે આ બધી લોન અનધિકૃત છે. પંજાબ નેશનલ બેંક સાથે જવાબ દાખલ કરવા માટે EDના વકીલને બે અઠવાડિયાનો સમય આપતા કોર્ટે કહ્યું કે ત્રણ અઠવાડિયા પછી આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો- બ્રેકિંગ ન્યૂઝ: કાલે સાંજે ચાર વાગે ગુજરાતને ટકરાશે બિપરજોય નામની આફત; 125થી 135 kmની ઝડપે ફુંકાશે પવન

બંનેનો નીરવ મોદી ની 500 કરોડ રૂપિયાની સંપત્તિ પર દાવો  

EDએ પંજાબ નેશનલ બેંક સાથે મળીને નીરવ મોદી ની આશરે 500 કરોડ રૂપિયાની સંપત્તિ પર દાવો કર્યો છે જે થોડા સમય પહેલા જ જપ્ત કરવામાં આવી હતી. ઑક્ટોબર 2022 ના આદેશ હેઠળ EDને છૂટ આપવામાં આવી હતી કે તે નીરવ મોદીની 21 માંથી 12 મિલકતોનો કબજો લઈ શકે છે. આદેશને પડકારતાં પંજાબ નેશનલ બેંકે કહ્યું કે આ 12 પ્રોપર્ટી પર તેનો અધિકાર છે. તેથી આ તેના કબજામાં આપવામાં આવે. બીજી તરફ EDએ બાકીની 9 મિલકતો પર પણ પોતાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ આ કેસની તપાસ એજન્સી છે. નીરવ પાસે કુલ 48 મિલકતો છે.

EDનું કહેવું છે કે નીરવ મોદીની સંપત્તિ પર બેંકનો કોઈ સીધો દાવો નથી. તે આ મામલાની તપાસ કરી રહી છે, તેથી તેના પર તેનો પ્રથમ અધિકાર છે. બીજી તરફ બેંકનું કહેવું છે કે નીરવે તેની પાસેથી લોન લીધી હતી. પૈસા પાછા ન મળવાને કારણે તેને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો- હાઈકોર્ટમાં વકીલો વીડિયો કોન્ફરન્સથી દલીલ કરી શક્શે, ત્યાં હાજર રહેવાની જરુર નહીં રહે

Back to top button