અમદાવાદ, 27 ફેબ્રુઆરી : સીબીઆઈના કેસો માટેના વિશેષ ન્યાયાધીશે મહેશ કાંતિલાલ સોમપુરા, તત્કાલીન આઈટીઓ, વોર્ડ-6(1), અમદાવાદ અને મુકેશ રમણીકલાલ રાવલ, તત્કાલીન ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, વોર્ડ-6(1)ને આકરણી વર્ષ 2009-10 માટે ફરિયાદીની તરફેણમાં આવકવેરા રિટર્નની પતાવટ કરવા માટે લાંચ માંગવા બદલ દરેકને દરેકને 3 વર્ષની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ 19.08.2011 ના રોજ તાત્કાલિક કેસ નોંધ્યો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બંને આરોપીઓએ આકારણી વર્ષ 2009-10 માટે તેમના અને તેમની પત્નીના આવકવેરા રિટર્નની ચકાસણીમાં તેમની તરફેણમાં પતાવટ કરવા બદલ ફરિયાદી પાસેથી રૂ.1,75,000/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જેમાં વાટાઘાટો બાદ આરોપીઓ રૂ.50 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં સીબીઆઈએ તપાસ બાદ 26.09.2011ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તે મુજબ સજા ફટકારી હતી.
બીજા કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મદુરાઈની કોર્ટે 3 ખાનગી આરોપીઓને કુલ રૂ.70 હજારના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદ (RI) ની સજા ફટકારી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 24.07.2014 ના રોજ એસ.પી.કે. સેલ્વમ (ખાનગી વ્યક્તિ) અને અન્યોએ વર્ષ 2009 થી 2012 દરમિયાન ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB), મીનાક્ષી કોલેજ બ્રાન્ચ, મદુરાઇ પાસેથી સ્વર્ણ જયંતિ શહેર રોજગાર યોજના (SJSRY) યોજના હેઠળ કપટપૂર્ણ રીતે લોન મેળવવાના આરોપો પર રૂ.29.98 લાખની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું અને ખાતું NPA બની ગયું, જેના કારણે તેના વિરૂદ્ધ આ કેસ નોંધ્યો હતો. તપાસ બાદ સીબીઆઈએ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મદુરાઈએ એસ.પી.કે. સેલ્વમને 3 વર્ષની સજા અને રૂ.50 હજારનો દંડ તેમજ સી.જગદીશ્વરન અને કે.સાથિયાને 3 વર્ષની સજા સાથે રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.