ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુણેઃ મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં આગથી છ મહિલાનાં મૃત્યુ, આઠ દાઝ્યા

Text To Speech
  • મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગે 6 મહિલાનો જીવ લીધો છે, ત્યારે 8 મજૂરો આગમાં દાઝ્યા છે. સુત્રો પ્રમાણે બેની હાલત ગંભીર જણાઈ છે.

પુણે, 08 ડિસેમ્બર: મહારાષ્ટ્રના પુણેથી રુંઆટા ઊભા કરી નાખે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવાડ વિસ્તારમાં સ્થિત એક મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં આજે બપોરે 3 વાગ્યાની આસ-પાસ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 6 મહિલાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફેક્ટરીમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 8 લોકો ખરાબ રીતે દાઝ્યા છે.

આગ કેવી રીતે લાગી?

સૂત્રોના જણાવ્યા અનુસાર, પિંપરી ચિંચવડ શહેરના તલવાડે વિસ્તારમાં સ્થિત મીણબત્તીની ફેક્ટરીમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે કેક પર લગાવવામાં આવતી મીણબત્તીઓ બનાવવાનું કામ ચાલુ હતું. ત્યારે અચાનક એક તણખો ઉડતાં આખી ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આગમાં 6 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે અને 8 મજૂરો આગને કારણે દાઝ્યા છે. તે જ સમયે, ઘણા કામદારો અંદર ફસાયા હોવાની આશંકા છે.

 

મૃત્યુ પામનાર તમામ મહિલાઓ

પિંપરી ચિંચવડમાં આગ લાગતા વેરહાઉસમાં ફાયર બ્રિગેડની ગાડીઓ અને સાતથી આઠ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના લોકો આ આગ પર કાબૂ મેળવ્યો છે. પરંતુ આગની ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 6 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમજ 8 મજૂરોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલા અહેવાલો મુજબ આ વેરહાઉસ લાયસન્સ વગર શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: એક્ટર જુનિયર મેહમૂદે 67 વર્ષની વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

Back to top button