ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

દાઢી સેટ કરવાના 600 રુપિયા, વાળ કપાવવાના 2100 રુપિયા, આ સૈલૂનની પ્રાઈઝ સાંભળી ચક્કર આવી જશે

Text To Speech

પુણે, 16 જાન્યુઆરી 2025: સૌ કોઈની ઈચ્છા હોય છે કે તે પોતાની દાઢી, વાળ સારામાં સારા સૈલૂનમાં કપાવે. પણ સૈલૂનમાં રેટ એટલા વધારે હોય છે કે ઘણા લોકો ઈચ્છા હોવા છતાં પણ આવું નથી કરી શકતા. મજબૂરીમાં તેમને ઘરની નજીક કોઈ સામાન્ય બજેટમાં હોય તેવા સૈલૂનમાં વાળ-દાઢી કરાવી લેતા હોય છે. આવું જ એક પુણેનું સૈલૂન તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે. જેનો પ્રાઈઝ ચાર્ટ વાયરલ થઈ રહ્યો છે. તેમાં જે કિંમત લખી છે, તેને જોઈને સૌ કોઈ સવાલો ઉઠાવી રહ્યા છે.

પુણેના એક એન્ટરપ્રેન્યોરે શહેરની એક હાઈ એન્ડ હેયર સૈલૂનનો પ્રાઈઝ ચાર્ટ એક્સ પર શેર કર્યો છે. જે બાદ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે. યૂઝર્સમાં એક અલગ જ પ્રકારની ચર્ચા છંછેડાઈ ગઈ છે. એક્સ પર ચિરાગ બડજાત્યા દ્વારા હવે વાયરલ થઈ રહેલી પોસ્ટે કેટલાય લોકોને આ સવાલ ઉઠાવવા પર મજબૂર કરી દીધા છે કે વાળ કપાવવા માટે આટલી કિંમત ખૂબ જ વધારે છે.

સૈલૂનમાં વાળ કપાવવા માટે કિંમતો મહિલાઓ માટે-

મહિલા (હેર સ્ટાઈલિસ્ટ અને કિંમતો): રોહિત- 2100 રુપિયા, અનુષ્કા- 1500 રુપિયા, માસ્ટર સ્ટાઈલિસ્ટ- 1300 રુપિયા, જૂનિયર સ્ટાઈલિસ્ટ- 750 રુપિયા

પુરુષ (હેર સ્ટાઈલિસ્ટ અને કિંમત): રોહિત- 1400 રુપિયા, અયાજ/કપિલ-1050 રુપિયા, સિનિયર બાર્બર- 700 રુપિયા, બાર્બર- 500 રુપિયા

દાઢી

રોહિત- 600 રુપિયા, અયાજ/કપિલ- 500 રુપિયા, સિનિયર બાર્બર- 350 રુપિયા, બાર્બર- 250 રુપિયા

સૌથી મોટી વાત એ છે કે આ તમામ સેવાઓ પર અહીં 18 ટકા જીએસટી લગાવવામાં આવે છે.

લોકોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે

પોસ્ટ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર સૈલૂનની કિંમતને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. એક યુઝર્સે લખ્યું કે, પુરુષો માટે 700 રુપિયાથી ઉપર કોઈ પણ વસ્તુઓ લૂટ છે. મહિલાઓ માટે વાળની લંબાઈના કારણે આ પણ યોગ્ય છે. મેં હાલમાં જ એક વિશેષ સૈલૂનમાં સ્વિચ કર્યું. ત્યાં વાળ કાપવા માટે 650 રુપિયા લે છે. જેમાં ધોવાના અને બ્લો ડ્રાઈ સામેલ છે.

આ પણ વાંચો: આંધ્ર પ્રદેશ સરકાર લાવી રહી છે નવો નિયમ: બેથી વધારે બાળકો હશે તો જ ચૂંટણી લડી શકશે, સરકારી લાભ પણ વધુ મળશે

Back to top button