Chhagan Bhujbal: પુણેમાં મોટી વિમાન દુર્ઘટના ટળી: મંત્રી છગન ભુજબળનો આબાદ બચાવ, હેલિકોપ્ટરનું પાર્કિંગમાં ઈમરજન્સી લેન્ડિંગ

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળ એક મોટી હવાઈ દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગયા છે. પુણેના પુરંદરમાં પાયલોટની ભૂલને કારણે તેમનું હેલિકોપ્ટર નિર્ધારિત હેલીપેડના બદલે કાર પાર્કિંગ વિસ્તારમાં લેન્ડ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સુરક્ષામાં આટલી મોટી ચૂકને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મંત્રી છગન ભુજબળ નાસિકથી પુરંદરના ખાનવડી જઈ રહ્યા હતા, જ્યાં તેઓ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જયંતીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ય દિગ્ગજ નેતાઓ પણ આવવાના હોવાથી ખાસ હેલીપેડ બનાવવામાં આવ્યું હતું. જોકે, લેન્ડિંગ સમયે પાયલોટને ભ્રમ થયો અને ખાલી પાર્કિંગ વિસ્તારને હેલીપેડ સમજી ત્યાં હેલિકોપ્ટર ઉતારી દીધું.
તપાસના ઘેરામાં પાયલોટ
પાર્કિંગ જેવી સાંકડી જગ્યાએ હેલિકોપ્ટર ઉતારવું અત્યંત જોખમી હતું, કારણ કે હેલિકોપ્ટરના પંખા કોઈ વાહન કે દીવાલ સાથે અથડાઈ શકતા હતા. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી છે કે આ પાયલોટની માનવીય ભૂલ હતી કે નેવિગેશન સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી. છગન ભુજબળે પોતે મીડિયાને જણાવ્યું કે તેઓ સુરક્ષિત છે અને ચિંતાની કોઈ વાત નથી.
આ પણ વાંચોઃ અમરેલી નગરપાલિકા ચૂંટણીમાં એક જ પરિવારની બે મહિલાઓ વચ્ચે સીધી ટક્કર
આ પણ વાંચોઃ સુરોની મલિકા આશા ભોંસલેને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની હોસ્પિટલમાં દાખલ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X










