પેરાગ્લાન્ડિંગ કરતી વખતે હવામાં રસ્સી તૂટી ગઈ, પહાડ સાથે અથડાયા, ગોવામાં બની હચમચાવી નાખતી ઘટના


પણજી 19 જાન્યુઆરી 2025: ગોવામાંથી એક વિચલિત કરતી ઘટના સામે આવી છે. અહીં પેરાગ્લાન્ડિંગ કરી રહેલી એક યુવતી અને પેરાગ્લાઈડર ઓપરેટરનું શનિવારે મૃત્યુ થઈ ગયું. બંનેનું મૃત્યુ કેરી પઠાર પર પેરાગ્લાઈડિંગ કરતી વખતે રસ્સી તૂટી જતાં થયું છે. ગોવા પોલીસે પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક પર કથિત રીતે હત્યાનો મામલો નોંધ્યો છે. યુવતી મહારાષ્ટ્રની રહેવાસી હતી અને ઓપરેટર નેપાળનો રહેવાસી હતો.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના સાંજના 4.30થી 5 વાગ્યાની વચ્ચે થઈ છે. પોલીસે મૃતકોની ઓળખાણ 27 વર્ષિય પુણે નિવાસી શિવાની દાબલે અને 26 વર્ષિય ઓપરેટ સુમન નેપાળી તરીકે થઈ છે. શિવાની દાબલે પોતાના દોસ્ત સાથએ ગોવા ફરવા ગઈ હતી.
કેવી રીતે થઈ આ દુર્ઘટના
પોલીસે જણાવ્યું કે, પેરાગ્લાઈડરે પર્યટક સાથે કેરી પઠારથી ઉડાન ભરી હતી અને તે ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પેરાગ્લાઈડરની એક રસ્સી તૂટી ગઈ અને તેઓ અલગ અલગ પર્વત સાથે અથડાયા. મૃતકના હાથ પગ તૂટી ગયા અને બાદમાં તેમના મૃત્યુ થઈ ગયા.
આ પણ વાંચો: નાઈજીરિયામાં ભીષણ દુર્ઘટના: ગેસોલીન ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70 લોકોના મૃત્યુ