ટ્રેન્ડિંગમનોરંજન

પુલકિત સમ્રાટે નવી દુલ્હન માટે બનાવ્યો હલવો, શું હતું કૃતિનું રિએક્શન?

  • અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો પતિ પુલકિત હલવો બનાવતો જોવા મળી રહ્યો છે. પહેલીવાર તેને હલવો બનાવતા જોઈને કૃતિ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

29 માર્ચ, બેંગલુુરૂઃ અભિનેત્રી કૃતિ ખરબંદા અને અભિનેતા પુલકિત સમ્રાટ લગ્ન બાદ હાલમાં પોતાની નવી જિંદગીનો આનંદ માણી રહ્યાં છે. કપલ સોશિયલ મીડિયા પર રોજબરોજ તેમના લગ્નની તસવીરો શેર કરી રહ્યું છે અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવી રહ્યું છે. તાજેતરમાં જ કૃતિએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેણે લગ્ન બાદ પોતાના ઘરમાં પહેલી રસોઈ બનાવી છે. તેણે સાસરિયાઓ અને પતિ માટે હલવો બનાવ્યો હતો. હવે તેનો પતિ પણ આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યો છે.

પુલકિતે રસોઈમાં બનાવ્યો હલવો

કૃતિની જેમ તેના પતિ પુલકિતે પણ તેની નવી વહુ અને તેના સાસરિયાઓ માટે પહેલી રસોઈ બનાવી છે. કૃતિએ કેટલીક તસવીરો શેર કરી છે અને જણાવ્યું છે કે તેના પતિએ પહેલી રસોઈમાં તેના અને તેના પરિવાર માટે હલવો બનાવ્યો છે. જો કે પંજાબી રિવાજોમાં આ વિધિ નવી દુલ્હન માટે કરવામાં આવે છે, પરંતુ પુલકિત પણ તેને અનુસરીને નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે. કૃતિએ પોતે આ વાત પોતાના શબ્દોમાં કહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

પુલકિત તમે મારી જિંદગીની બેસ્ટ વ્યક્તિ છોઃ કૃતિ

અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો પતિ પુલકિત હલવો બનાવતો જોવા મળી રહ્યો છે. પહેલીવાર તેને હલવો બનાવતા જોઈને કૃતિ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અભિનેત્રીએ કેપ્શનમાં એક લાંબી નોટ પણ લખી છે. તેણીએ કહ્યું, ગ્રીન ફ્લેગ એલર્ટ. કાલે કંઈક મોટું થયું અને હું ફરી એકવાર પ્રેમમાં પડી ગઈ. મને લાગતું ન હતું કે તે શક્ય છે, પરંતુ તે થયું. ગઈકાલે હું રસોડામાં ગઈ અને જાણ થઈ કે પુલકિત કંઈક કરી રહ્યો છે. મેં પૂછ્યું શું કરે છે તો તેણે કહ્યું આજે મારી પહેલી રસોઈ છે અને હું હલવો બનાવી રહ્યો છે.

હું હસી અને મેં કહ્યું છોકરીઓની પહેલી રસોઈ હોય છે. તો એણે જવાબ આપ્યો. એ બધુ બકવાસ છે. આપણ બંને આ સંબંધમાં એક સરખી જવાબદારી નિભાવીશું તેવું નક્કી કર્યું હતું ને? તેં દિલ્હીમાં આપણા પરિવાર માટે રસોઈ બનાવી, તો હું અહીં બેંગલુરૂમાં આપણા પરિવાર માટે જમવાનું બનાવીશ સિમ્પલ. તેણે સિમ્પલ શબ્દનો ઉપયોગ કરીને લાઈફની દરેક વસ્તુઓને ખરેખર સિમ્પલ બનાવી દીધી. પુલકિત તમે મારી જિંદગીની બેસ્ટ વ્યક્તિ છો અને એ સાબિત કરવા માટે ધન્યવાદ કે તમે મારી લાઈફનો એકદમ યોગ્ય નિર્ણય છો.

આ પણ વાંચોઃ વૉઈસ ઑફ મુકેશ કમલેશ અવસ્થીનું નિધન, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ

Back to top button