પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના આજે લગ્નઃ જાણો મેન્યુમાં શું છે ?
- પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના આજે 15 માર્ચે માનેસરની હોટેલ ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં શાહી લગ્ન થશે. કપલના લગ્ન ખૂબ જ ઈન્ટીમેટ રાખવામાં આવ્યા છે
નવી દિલ્હી, 15 માર્ચઃ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લવ બર્ડ્સ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. આ બંને આજે 15 માર્ચે તેમના હોમટાઉન દિલ્હીમાં લગ્નના સાત ફેરા લેશે. આ માટે, તેમણે માનેસરના લક્ઝુરિયસ લોકેશન પર એક ગ્રાન્ડ હોટલને વેડિંગ વેન્યૂ તરીકે પસંદ કરી છે. અહીં 13 માર્ચથી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સ ચાલી રહ્યા છે.
લગ્ન પહેલા સ્પોટ થયા દુલ્હેરાજા
પુલકિત-કૃતિના આજે 15 માર્ચે માનેસરની હોટેલ ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં શાહી લગ્ન થશે. અભિનેતા પુલકિત સમ્રાટને વેડિંગ વેન્યૂ પર જતા સ્પોટ કરવામાં આવ્યો હતો. અભિનેતા પીળા રંગના આઉટફિટમાં જોવા મળ્યો હતો. લગ્ન પહેલા, પુલકિત હલ્દી સેરેમની માટે લગ્ન સ્થળ પર જતો જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો સામે આવ્યો છે. હાલમાં, વેડિંગ વેન્યૂ પર કપલના લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે.
View this post on Instagram
પંજાબી રીતિ-રિવાજોથી થશે લગ્ન
કપલના લગ્ન ખૂબ જ ઈન્ટીમેટ રાખવામાં આવ્યા છે જેમાં તેમનો પરિવાર, નજીકના સંબંધીઓ અને મિત્રો હાજરી આપશે.પુલકિત અને કૃતિ શુક્રવારે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે.
શું છે જમવાનું મેન્યૂ?
લગ્ન સાથે જોડાયેલી ઘણી વિગતો સામે આવી છે, જેમાં લગ્નમાં રાખવામાં આવેલા મેનુની માહિતી પણ છે. પુલકિતે જાતે જ પોતાના લગ્નનું મેન્યૂ નક્કી કર્યું છે. લગ્નના મેન્યૂમાં દિલ્હીના છ અલગ-અલગ સ્થળોની પ્રખ્યાત ચાટ સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતના વિવિધ પ્રદેશોને રજૂ કરતી વિશેષ વાનગીઓ પણ રાખવામાં આવી છે. પુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોલકાતા, વારાણસી અને દિલ્હીની સ્વાદિષ્ટ વાનગીઓ મેન્યૂમાં સામેલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આલિયાની બર્થડે પાર્ટીમાં રણબીરે પહેરી રાહાના નામની ટીશર્ટ, ફોટો વાયરલ